Home> Business
Advertisement
Prev
Next

આ કંપનીમાં 10 માંથી 8 કર્મચારીઓ કરોડપતિ, અડધા કર્મચારીઓ પાસે 220 કરોડથી વધુની સંપત્તિ

એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે Nvidia ના લગભગ 78% કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. આશ્ચર્યજનક રીતે, આમાંથી લગભગ અડધા કર્મચારીઓની કુલ સંપત્તિ $25 મિલિયન (લગભગ ₹220 કરોડ) થી વધુ છે.

આ કંપનીમાં 10 માંથી 8 કર્મચારીઓ કરોડપતિ, અડધા કર્મચારીઓ પાસે 220 કરોડથી વધુની સંપત્તિ

અમેરિકાની ટેક્નોલોજી કંપની Nvidia આ દિવસમાં માત્ર AI ચિપ્સ માટે નહીં, પરંતુ પોતાના કર્મચારીઓની સંપત્તિને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં એક સર્વેમાં ખુલાસો થયો કે કંપનીના લગભગ 78 ટકા કર્મચારી કરોડપતિ બની ગયા છે. ચોંકાવનારી વાત છે કે તેમાં આશરે અડધા કર્મચારીઓની નેટવર્થ 25 મિલિયન ડોલર (લગભગ 220 કરોડ) થી વધુ છે.

fallbacks

સર્વેમાં આ વિગતો સામે આવી
આ સર્વે 3000થી વધુ કર્મચારીઓ વચ્ચે કરવામાં આવ્યો, જે Nvidia ની કુલ વર્કફોર્સના આશરે 10 ટકા છે. રિપોર્ટ અનુસાર આ સંપત્તિનું મોટું કારણ છે કંપનીનો સ્ટોક પરચેઝ પ્રોગ્રામ, જેમાં કર્મચારી 15 ટકા ડિસ્કાઉન્ટ પર કંપનીના શેર ખરીદી શકે છે.

શેરની કિંમતે ભાગ્ય ચમકાવી દીધું
છેલ્લા કેટલાક મહિનામાં Nvidia ના શેરમાં જોરદાર તેજી આવી છે.
- છેલ્લા એક વર્ષમાં શેર 79 ટકા ઉપર ગયો છે.
- જાન્યુઆરી 2025થી અત્યાર સુધી 30% થી વધુ તેજી આવી. કંપનીનું માર્કેટ કેપ હવે 4.39 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે, જેનાથી Nvidia દુનિયાની સૌથી મૂલ્યવાન પબ્લિકલી ટ્રેડેડ કંપની બની ગઈ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર, ગુજરાતમાં 1 લાખ નોકરીઓ પર સંકટ!

AI બૂમની અસર
Nvidia ના આ ગ્રોથની પાછળ સૌથી મોટું કારણ છે AI ચિપ્સની ડિમાન્ડમાં વિસ્ફોટક વધારો. આજના સમયમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દરેક પ્રોડક્ટ અને સર્વિસમાં સામેલ કરવામાં આવી રહ્યું છે અને  Nvidia આ રેસમાં કમાન સંભાળી રહી છે.

CEO Jensen Huang ની સંપત્તિ
Nvidia ના CEO જેનસન હુઆંગ  (Jensen Huang) પણ આ સફળતાના સૌથી મોટા લાભાર્થી છે. તેમની નેટવર્થ 157 બિલિયન ડોલર (આશરે 13 લાખ કરોડ) થી વધુ છે. હાલમાં તેઓ Forbes ના લિસ્ટમાં વિશ્વના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ છે. હુઆંગ ખુદ માને છે કે તેમણે પોતાની મેનેજમેન્ટ ટીમમાં કોઈપણ સીઈઓ કરતા વધુ અબજોપતિ બનાવ્યા છે.

કર્મચારીઓ માટે પ્રેરણા
એનવીડિયાની કહાની બતાવે છે કે કંપનીની સફળતા સીધી રીતે કર્મચારીઓની સંપત્તિમાં કેવી રીતે રૂપાંતરિત થઈ શકે છે. મજબૂત નેતૃત્વ, એઆઈ ટેકનોલોજીમાં સમયસર રોકાણ અને કંપનીના વિકાસમાં કર્મચારીઓને ભાગીદાર બનાવવાની દ્રષ્ટિએ આ શક્ય બનાવ્યું છે.

FAQs
Q1. Nvidia ના કેટલા ટકા કર્મચારી કરોડપતિ છે?
લગભગ 78% કર્મચારી કરોડપતિ છે

Q2. અડધા કર્મચારીઓની નેટવર્થ કેટલી છે?
આશરે ₹220 કરોડથી વધુ.

Q3. કંપનીનું માર્કેટ કેપ કેટલું છે?
લગભગ 4.39 ટ્રિલિયન ડોલર.

Q4. CEO Jensen Huang ની નેટવર્થ કેટલી છે?
આશરે 157 બિલિયન ડોલર.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More