Home> Business
Advertisement
Prev
Next

18 રૂપિયાનો શેર પ્રથમ દિવસે કરશે માલામાલ, 20 રૂપિયા પહોંચ્યો ફાયદો, જાણો વિગત

નેટ એવેન્યૂના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 20 રૂપિયા પહોંચી ગયું છે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 16-18 રૂપિયા છે. નેટ એવેન્યૂના શેર 38 રૂપિયા આસપાસ શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે. 
 

18 રૂપિયાનો શેર પ્રથમ દિવસે કરશે માલામાલ, 20 રૂપિયા પહોંચ્યો ફાયદો, જાણો વિગત

નવી દિલ્હીઃ એક નાની કંપની શેર બજારમાં ઉતરવાની સાથે ઈન્વેસ્ટરોને માલામાલ કરી શકે છે. આ કંપની નેટ એવેન્યુ ટેક્નોલોજીસ છે. કંપનીનો આઈપીઓ 30 નવેમ્બરે ખુલ્યો હતો અને લોકોએ ખુબ દાવ લગાવ્યો છે. નેટ એવેન્યૂ ટેક્નોલોજીનો આઈપીઓ (Net Avenue IPO)ટોટલ 511 ગણો સબ્સક્રાઇબ થયો છે. હવે કંપનીના શેર ગ્રે માર્કેટમાં છવાયા છે. ગ્રે માર્કેટમાં નેટ એવેન્યૂના શેર 110 ટકાથી વધુના પ્રીમિયમની સાથે ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે કંપનીના શેર પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી શકે છે. 

fallbacks

110 ટકાથી વધુના ફાયદા સાથે થઈ શકે છે લિસ્ટિંગ
નેટ એવેન્યૂ ટેક્નોલોજીસના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 16-18 રૂપિયા છે. તો કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 20 રૂપિયા પહોંચી ગયું છે. 18 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પ્રમાણે નેટ એવેન્યૂના શેર 38 રૂપિયા આસપાસ લિસ્ટ થઈ શકે છે. એટલે કે જે ઈન્વેસ્ટરોને આઈપીઓમાં શેર મળશે, તે લિસ્ટિંગના દિવસે 110 ટકાથી વધુના ફાયદાની આશા કરી શકે છે. કંપનીના શેર 12 ડિસેમ્બરે એક્સચેન્જમાં લિસ્ટ થશે. 

આ પણ વાંચોઃ આ સરકારી કંપનીની મોટી જાહેરાત, 1 શેર પર 21 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે, જાણો વિગત

511 ગણો સબ્સક્રાઇબ થયો છે કંપનીનો આઈપીઓ
નેટ એવેન્યૂનો આઈપીઓ ટોટલ 511.21 ગણો સબ્સક્રાઇબ થયો છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ કોટામાં 721.89 ગણો દાવ લાગ્યો છે. તો નોન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં 616.25 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. તો ક્વોલીફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ કેટેગરીમાં 61.99 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. કંપનીના આઈપીઓના એક લોટમાં 8000 શેર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More