Home> Business
Advertisement
Prev
Next

હવે કાર્ડ વગર ATM માંથી નીકળશે રૂપિયા, મોબાઈલથી OK કરવાથી થઈ જશે કામ

Banking Update : NPCI એ UPI થી રૂપિયા કાઢવાની સુવિધાને મંજૂરી આપી દીધી છે, હવે તમે ડેબિટ કાર્ડ ન હોય તો ચિંતા કરવી નહિ પડે. આવો જોઈએ કે, UPI એપથી કેવી રીતે રૂપિયા કાઢી શકાય છે 
 

હવે કાર્ડ વગર ATM માંથી નીકળશે રૂપિયા, મોબાઈલથી OK કરવાથી થઈ જશે કામ

Mobile Banking : UPI-ATM, જેને કાર્ડ વગર રૂપિયા વાપરવાની સુવિધા માટે પ્રખ્યા છે, તે તમને સરળતાથી અલગ અલગ બેંકોના એટીએમમાંથી રૂપિયા કાઢવામાં મદદ કરે છે. આ માટે તમારે બસ તમારી સાથે સ્માર્ટ ફોન રાખવાની જરૂર પડશે. કેશ કાઢવા પર તમને UPI એપની જરૂર પડશે, જે એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ચાલુ હોય.  MySmartPrice ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ભારતીય રાષ્ટ્રીય વળતર નિગમ (NPCI) એ UPI દ્વારા રૂપિયા કાઢવાની સુવિધાને મંજૂરી આપી દીધી છે. હવે તમને ડેબિટ કાર્ડને તમારી સાથે રાખવાની જરૂર નહિ પડે. 

fallbacks

મુંબઈના ATM માં કાર્ડ રૂપિયા કાઢવાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તો માલૂમ પડ્યુ કે તે કાર્ડની પ્રોસેસ કરતા વધુ મુશ્કેલ છે. પરંતુ થોડા ટ્રાયલ બાદ માલૂમ પડ્યું કે, UPI એપના માધ્યમથી ATM માંથી રૂપિયા કાઢવા ડેબિટ કાર્ડના ઉપયોગ કરવાથી વધુ સરળ છે. તો આવો જાઈએ કે, UPI એપથી રૂપિયા કેવી રીતે કાઢી શકાય છે.

  • સ્ટેપ-1 : એટીએમ પર ગ્રાહકને પહેલા UPI કેશ વિડ્રોઅલનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે, બાદમાં જેટલા રૂપિયા કાઢવાના હશે, તે રકમ નાંખવાની રહેશે
  • સ્ટેપ-2 : રકમ નાંખવા પર, એટીએમ સ્ક્રીન પર એક ખાસ QR કોડ જોવા મળશે
  • સ્ટેપ-3 : આ ખાસ QR કોડ સ્કેન કરવા માટે ગ્રાહક પોતાના કોઈ પણ UPI એપનો ઉપયોગ કરવાનો રહેશે.
  • સ્ટેપ-4 : ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ, રૂપિયા કાઢવાના રહેશે અને UPI એપથી UPI પિન નાંખીને ટ્રાન્ઝેક્શનને પૂર્ણ કરવાનું રહેશે. 

વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા, સોગઠી ડેમમાં ગાબડું પડ્યું

કેટલી લિમિટિ હશે
ઉલ્લેખનીય છે કે, UPI થી રૂપિયા કાઢવામાં 30 સેકન્ડ જેટલો સમય લાગે છે. થોડી વાર લાગે, તો ગભરાતા નથી, UPI થી એકવારમાં વધુમાં વધુ ₹10,000 રૂપિયા કાઢી શકાય છે. આ રકમ તમારા રોજિંદા UPI ટ્રાન્ઝેક્શનની લિમિટ અને તમારા બેંકના નિયમોના હિસાબે નક્કી કરવામાં આવશે. ધ્યાન રાખો કે, દરેક બેંકની લિમિટ અલગ અલગ હોઈ શકે છે. 

કેટલું ફાયદાકારક રહેશે
UPI થી રૂપિયા કાઢવા બહુ જ સરળ બની રહેશે. કારણ કે, તમારે તમારું એટીએમ કાર્ડ સાથે રાખવાની જરૂર નહિ પડે. આસુવિધા ખાસ કરીને બેંકો અને એ એટીએમ પર ઉપલ્બધ રહેશે, જે UPI ને સપોર્ટ કરે છે. તેનો એક ફાયદો એ પણ છે કે, જો તમે નવું બેંક એકાઉન્ટ શરૂ કરાવ્યું છે, અને હજી સુધી તમને તમારું કાર્ડ નથી મળ્યુ, તો તમે સરળતાથી UPI ના માધ્યમથી રૂપિયા કાઢી શકો છો. 

Vitamin B12 ની અછતથી આવી શકે છે મોત, દર બીજો ગુજરાતી આ સમસ્યાથી પીડાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More