Home> Business
Advertisement
Prev
Next

New RBI Rule: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! આ નવા નિયમ વિશે ખાસ જાણો

New Rule RBI: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા હવે સાવધાન થઈ જજો.

New RBI Rule: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! આ નવા નિયમ વિશે ખાસ જાણો

નવી દિલ્હી: New Rule RBI: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા હવે સાવધાન થઈ જજો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક ઓગસ્ટથી બેંકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આથી બેંકનો આ નવો નિયમ તમારે જાણવો ખુબ જરૂરી છે. RBI એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ને હવે 24 કલાક સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ આ નિયમ લાગૂ થશે. 

fallbacks

ચેક આપતા પહેલા સાવધાન રહો
આ નવા નિયમ મુજબ હવે રજાના દિવસે પણ તમારો ચેક ક્લિયર થઈ શકશે. પરંતુ આવી સ્થિતિમાં તમારે હવે સતર્ક રહેવાની પણ જરૂર છે. આવું એટલા માટે કારણ કે હવે શનિવારે ઈશ્યું કરેલો ચેક રવિવારે પણ ક્લિયર થઈ શકે છે. એટલે કે તમારે ચેકના ક્લિયરન્સ માટે દરેક સમયે તમારા ખાતામાં બેલેન્સ જાળવી રાખવું પડશે. જો આમ ન કર્યું અને ચેક બાઉન્સ થયો તો પેનલ્ટી લાગી શકે છે. પહેલા ચેક આપતી વખતે ગ્રાહકોને એવું લાગતું હતું કે તે રજા પછી જ ક્લિયર થશે. પરંતુ હવે રજાના દિવસે પણ તે ક્લિયર થઈ શકે છે. 

PM Kisan Samman Yojana: મહત્વના સમાચાર! આ ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયા, જાણો શું છે કારણ?

સેલરી, પેન્શન, EMI પેમેન્ટ પણ હવે વીકેન્ડમાં મળી શકશે
અત્રે જણાવવાનું કે NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેનું નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સંચાલન કરે છે. જે અનેક પ્રકારના ક્રેડિટ ટ્રાન્સફર, જેમ કે ડિવિડન્ડ, ઈન્ટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિસિટીનું બિલ પેમેન્ટ, ગેસ, ટેલિફોન, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને વીમા પ્રીમીયમની ચૂકવણીની પણ સુવિધા આપે છે. તેનો અર્થ એ થયો કે આ તમામ સુવિધાઓ મેળવવા માટે હવે સોમવારેથી શુક્રવાર એટલે કે Week Days ની રાહ જોવી નહીં પડે. આ કામ હવે Weekends માં પણ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More