UPI Changes: NPCI એ 1 ઓગસ્ટ, 2025 થી લાગુ થનારા નવા UPI નિયમોની જાહેરાત કરી છે, જે હેઠળ બેલેન્સ ચેકિંગ, ઓટોપે, સ્ટેટસ રિક્વેસ્ટ અને API રિક્વેસ્ટ પર મર્યાદા લાદી શકે છે. વાસ્તવમાં, તેનો હેતુ UPI નેટવર્કને વધુ સુરક્ષિત અને સ્થિર બનાવવાનો છે. જો તમે પણ Google Pay અથવા Phone Pay યુઝર છો તો તમારે આ રિપોર્ટ વાંચવો જ જોઈએ. જો કે આ કોઈ મોટા અપડેટ્સ નથી, પરંતુ જે લોકો UPI દ્વારા દૈનિક ધોરણે વારંવાર ચુકવણી કરે છે તેમને આ ફેરફારો વિશે ચોક્કસપણે જાણ હોવી જોઈએ.
કયા ફેરફારો થશે?
ટ્રાન્ઝેક્શન સ્ટેટસની તપાસ તાત્કાલિક થશે
ઘણીવાર જ્યારે આપણે UPI દ્વારા પેમેન્ટ કરીએ છીએ, ત્યારે આપણું પેમેન્ટ નિષ્ફળ જાય છે અથવા પેન્ડિંગ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ક્યારેક આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં 2થી 3 દિવસ લાગતા હતા. હવે નવા ફેરફાર સાથે નિષ્ફળ પેમેન્ટની સમસ્યા થોડીક સેકન્ડમાં ઉકેલાઈ જશે. તેની નવીનતમ સ્થિતિ તપાસવામાં ઓછામાં ઓછો સમય લાગશે, જેથી અનિશ્ચિતતા ઘટાડી શકાય.
લિંક કરવામાં આવેલા એકાઉન્ટની વધશે સુરક્ષા
નવા અપડેટની મદદથી હવેથી UPI માં નવું બેંક એકાઉન્ટ ઉમેરવા માટે એક કડક પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આ થોડું મુશ્કેલ છે પરંતુ સુરક્ષિત UPI ચુકવણીઓ માટે અને છેતરપિંડી ટાળવા માટે તે જરૂરી છે. એકાઉન્ટ ઉમેરવા માટે કેટલીક અન્ય માહિતી પણ માંગવામાં આવી શકે છે, જે બેંક એકાઉન્ટને ચકાસશે.
બેલેન્સ ચેકિંગ લિમિટ
UPI માં બેંક ખાતાના બેલેન્સ ચેક કરવાનું કામ પણ દરરોજ કરવામાં આવે છે. હવે તેના પર NPCI એ નિયંત્રણો લગાવી દીધા છે. ઓવરલોડિંગની સમસ્યાને રોકવા માટે આના પર પણ મર્યાદાઓ લાદવામાં આવશે અને દરરોજ ચોક્કસ મર્યાદા હેઠળ જ બેલેન્સ ચેક કરવામાં આવશે. ખરેખર આનાથી દુરુપયોગની સ્થિતિ નિયંત્રિત થશે.
ઓટોપે ટ્રાજેક્શન્સ માટે સમય મર્યાદા નક્કી
જો તમે ઓટોપે સેવાનો ઉપયોગ કરો છો, તો હવે તેમાં કોઈપણ ફેરફાર કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. OTT સબ્સ્ક્રિપ્શન, ભાડા કરાર અથવા SIP જેવી સુવિધાઓમાં ફેરફારના ભાગ રૂપે 1 ઓગસ્ટથી તમારે આ રિકવેસ્ટ મધ્યરાત્રિ 12 થી સવારે 7 વાગ્યાની વચ્ચે મોકલવાની રહેશે. આનાથી સર્વર પર ટ્રાફિક ઓછો થશે અને કાર્ય યોગ્ય રીતે થશે. આ પછી સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી પીક અવર્સ દરમિયાન ફક્ત નોટિફિકેશન મળશે.
UPI યૂઝર્સને શું કરવાની રહેશે?
કોઈપણ અસુવિધા ટાળવા અને નવી સુવિધાઓ અથવા મર્યાદાઓ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે લોકોએ 1 ઓગસ્ટ પહેલા તેમની UPI એપ્લિકેશનો અપડેટ કરવાની જરૂર છે. એવા યૂઝર્સ જેમની પાસે AutoPay સક્રિય છે તેઓ ખાતરી કરી શકે છે કે તેમની રિકરિંગ ચુકવણી સેટિંગ્સ નવા નિયમો અનુસાર થઈ રહી છે કે નહીં.
થોડી જરૂરી વાતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે