Home> Business
Advertisement
Prev
Next

કમાણી કરવાની મોટી તક! હવે માત્ર 100 રૂપિયાથી નવા ફંડમાં શરૂ કરો રોકાણ, થઈ જશો માલામાલ

Mutual Fund NFO: આ ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 ઈન્ડેક્સને ટ્રેક કરે છે. આ NFO 10 જાન્યુઆરી 2025થી 24 જાન્યુઆરી 2025 સુધી ખુલ્લો રહેશે.

કમાણી કરવાની મોટી તક! હવે માત્ર 100 રૂપિયાથી નવા ફંડમાં શરૂ કરો રોકાણ, થઈ જશો માલામાલ

Mutual Fund NFO: DSP મ્યુચ્યુઅલ ફંડે નવી ફંડ ઓફર (NFO) DSP BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 ઇન્ડેક્સ ફંડ શરૂ કર્યું છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 ઈન્ડેક્સને ટ્રેક કરે છે. NFO 10 જાન્યુઆરી 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યું છે અને 24 જાન્યુઆરી 2025 ના રોજ બંધ થશે.

fallbacks

ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ NFO: 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ
ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ અનુસાર તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ પછી ગમે એટલી રકમનું રોકાણ કરી શકાય છે. BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 ઇન્ડેક્સમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જે BSE સેન્સેક્સનો ભાગ નથી, પરંતુ મોટી માર્કેટ કેપ અને ભાવિ વૃદ્ધિની સંભાવના ધરાવે છે.

વ્હીકલ ઇન્સ્યોરન્સ હોવા થતા નથી મળી રહ્યો ક્લેમ, આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ NFO: યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજનાનો રોકાણ ઉદ્દેશ BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 ઈન્ડેક્સની કામગીરીને અનુરૂપ વળતર જનરેટ કરવાનો છે, જે ટ્રેકિંગ ભૂલોને આધીન છે. રોકાણકારો તેમના નાણાકીય લક્ષ્યોને અનુરૂપ એક સાથે રોકાણ અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માંથી પસંદગી કરી શકે છે.

કોણ કરી શકે છે રોકાણ 
એસેટ મેનેજમેન્ટ કંપનીના જણાવ્યા અનુસાર આ ફંડ એવા રોકાણકારો માટે સારો વિકલ્પ છે જેઓ તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માગે છે. રોકાણકારો તેમના નાણાકીય લક્ષ્યો અનુસાર તેને પસંદ કરી શકે છે.

સરકારી કર્મચારીઓ મૌજે મૌજ! સરકાર આપશે 42 દિવસની એકસ્ટ્રા રજા, જાણો કેવી રીતે

(Disclaimer: અહીં NFOની વિગતો આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More