Home> Business
Advertisement
Prev
Next

હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે

Toll Tax: હાઈવેનો ઉપયોગ કરનાર વાહન ચાહલોએ સોમવારથી વધુ ચુકવણી કરવી પડશે.

 હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે

Toll Tax: નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું મોંઘુ થઈ ગયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશભરમાં ટોલ ટેક્સમાં એવરેજ 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે હાઈવેનો ઉપયોગ કરનાર વાહન ચાલકોએ સોમવારથી વધુ ચુકવણી કરવી પડશે.

fallbacks

હાઈવે પર વાહન ચલાવતા ચાલકોના ચાર્જમાં વાર્ષિક સંશોધન પહેલા 1 એપ્રિલથી લાગૂ થવાનું હતું. પરંતુ લોકસભા ચૂંટણીને કારણે વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. વાર્ષિક સંશોધન એવરેજ 5 ટકાની અંદર રહેવાની સંભાવના છે. 

આ પણ વાંચોઃ 12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ

3 જૂનથી લાગૂ થશે નવો ચાર્જ
એનએચએઆઈ  (NHAI) ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું- નવો યૂઝર ચાર્જ (User Fee) 3 જૂન 2024થી લાગૂ થશે. ટોલ ટેક્સ (Toll Tax) માં આ પરિવર્તન હોલસેલ પ્રાઇસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવામાં ફેરફાર સાથે જોડાયેલા દરોનો સંશોધિત કરવાની વાર્ષિક પ્રક્રિયાનો ભાગ છે.

નેશનલ હાઈવે નેટવર્ક પર અંદાજે 855 યુઝર ચાર્જ પ્લાઝા છે, જેના પર નેશનલ હાઈવે ચાર્જીસ (દર નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 મુજબ યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More