નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમને રજૂ કર્યું હતું. બજેટ બાદ ZEE NEWSને આપેલા ઇન્ટરવ્યૂમાં નાણાપ્રધાને કહ્યું કે, અમારૂ ધ્યાન માત્ર એક સેક્ટર પર નહીં પરંતુ બધા સેક્ટરો પર છે. નાણાપ્રધાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, બજેટ બાદ શેર બજારમાં ઘટાડો થયો? તેના પર નાણાપ્રધાને કહ્યું કે, તેના પર અત્યારે કોઈ ટિપ્પણી કરીશ નહીં. સોમવારે બજાર પર બજેટની અસરનો ખ્યાલ આવશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું, 'બધા સેક્ટરોમાં સુધાર જોવા મળી રહ્યો છે. આંકડા ઇકોનોમીમાં સુધારના સંકેત આપી રહ્યાં છે. અમારૂ ધ્યાન માગ અને વપરાશ વધારવા પર છે. ઇન્ફ્રામાં સરકારી ખર્ચ વધારવાથી દરેક સેક્ટરમાં સુધાર થશે. અમારે એક સેક્ટર નહીં આખી અર્થવ્યવસ્થાને જોવી પડશે.'
નાણાપ્રધાને કહ્યું, 'કોર્પોરેટ ટેસ્ટ ઘટાડવાથી ખાનગી કંપનીમાં રોકાણ વધશે. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી કંપનીઓ વધુ ડિવિડન્ડ આપશે. ભારત રોકાણકારોની પસંદ છે. આવનારા સમયમાં LTCGનો ફાયદો મળશે. સુધાર પર ભાર આપવામાં આવશે.'
નાણાપ્રધાને કહ્યું, '2.1 લાખ કરોડ વિનિવેશનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું. આવકવેરાને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં ધીરે-ધીરે ટેક્સ છૂટ ખતમ થશે. આવકવેરો વિવાદથી વિશ્વાસ તરફ જઈ રહ્યો છે. LICના IPO વિશે ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે. IDBI બેન્કનો ભાગ વેચવા પર સૈદ્ધાંતિક સહમતિ બની છે. આગામી વર્ષથી આવક વધવાથી નાણાકીય ખોટ ઘટશે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે