Natural Farming: કોઈ પૂછે કે બિન ફળદ્રપ એટલે કે બંજર જમીન પર ખેતી કરી સારી આવક મેળવી શકાય. તો તમે ના જ પાડશો. પરંતુ એક ખેડૂતો આ અશક્ય લાગતા કામને કરી બતાવ્યું છે. હિમાચલ પ્રદેશના કાંગડાના ખેડૂત રાજીન્દર કંવરે 75 વર્ષની વયે બંજર જમીનમાં મબલક પાક મેળવ્યો છે.
ઉજ્જડ જમીન પર ખેતી માટે મેળવી તાલીમ
રાજિન્દર કંવરને બંજર પડી રહેલી જમીન પર વાવેતર કરી આવક મેળવવાનો વિચાર આવ્યો. પરંતુ ઉજ્જડ જમીન પર કેવી રીતે સફળ ખેતી કરી તેના માટે તેણે વર્ષ 2019માં તાલીમ પણ લીધી હતી..રાજિન્દરે ઝાંસીમાં સુભાષ પાલેકર પાસેથી કુદરતી ખેતીની તાલીમ લીધી હતી. 6 દિવસની તાલીમમાં રાજિન્દરે કુદરતી ખેતી વિષે A ટૂ Z માહિતી મેળવી હતી.
તાલીમ લેવા ગયો અને ગાય લઈને આવ્યો
6 દિવસની તાલીમ મેળવી રાજિન્દર ઘરે પરત ફર્યો હતો. ત્યાર બાદ તેણે સૌથી પહેલાં ફળદ્રપ જમીન પર કુદરતી ખેતી કરી સારી આવક મેળવી. જે બાદ તેને બંજર પડી રહેલી જમીન પર ખેતી કરવાનો વિચાર આવ્યો. જેના માટે તેણે સાહિવાલ જાતિની ગાય ખરીદી હતી. જેના ગૌમૂત્ર અને સ્થાનિક વનસ્પતિમાંથી ખાતર બનાવી તેના ઉપયોગથી બંજર જમીન પર ખેતી કરી.
ભાણામાં 3 રોટલી એક સાથે ક્યારેય ન પીરસવી જોઈએ, આ પાછળનું કારણ ખાસ જાણો
Loan without EMI: EMI વિના પણ લઈ શકો છો લોન, ઘણા બધા પૈસા બચી જશે
અટલ પેન્શન યોજનામાં રોકાણ કરો અને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવો
3 હજારનો ખર્ચ અને અઢી લાખની આવક
રાજિન્દર કુદરતી ખેતી કરીને બંજર જમીનમાં ત્રણ પ્રકારના ઘઉં ઉગાડ્યા છે. જેમાં સ્થાનિક જાતોની સાથે બંસી અને કાળા ઘઉંનો સમાવેશ થાય છે. મિશ્ર ખેતી માટે ઘઉંની સાથે સરસવ અને વટાણાનું વાવેતર પણ કર્યું છે.રાજિન્દર પાસે કુલ 20 કરનાલ એટલે કે 10 વીઘા જમીન છે. કુદરતી ખેતીમાં માત્ર 3 હજાર રૂપિયા ખર્ચીને તેણે અઢી લાખની કમાણી કરી છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે