Home> Business
Advertisement
Prev
Next

હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...

આ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર મુસાફરોને ડોમેસ્ટિક ફ્લાઈટ તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર જવામાં અથવા લેન્ડિંગના સમયે યુઝર ડેવલોપમેન્ટ ફીસના ભાગરુપે રકમ ભરવાની રહેશે. 

હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...

નવી મુંબઈના એરપોર્ટ લોન્ચ પહેલા જ તેની ડ્યુટી ફી જાહેર
નવી મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટની લોન્ચ ડેટ હજુ સુધી નક્કી નથી થયેલ તે પહેલા જ યાત્રીઓને ટિકિટ સિવાય એરપોર્ટના વપરાશ માટે યુઝર ફી આપવાની રહેશે. આ ફી એટલે કે યુઝર ડેવલોપમેન્ટ ફીસ (યુડીએફ)ની એરપોર્ટસ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ (એઈઆરએ) અનુમતિ આપી છે. 

fallbacks

UDF અંતર્ગત ડોમેસ્ટિક અને ઈંટરનેશનલ ફ્લાઈટ પર ચાર્જ
એરપોર્ટનો વિકાસ નવી મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કરી રહી છે. આ વર્ષના અંતમાં એરપોર્ટ શરુ થશે. એટલે હવે યાત્રીઓએ યુઝર ડેવલોપમેન્ટ ફીના ભાગરુપે ડોમેસ્ટિક ફ્લાઈટ પર 620 રુપિયા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે 1,225 રુપિયા ભરવા પડશે. એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીના 42 પાનાના આદેશ અનુસાર, એરપોર્ટ પર લેન્ડ થનાર યાત્રીઓને પણ રકમ ભરવાની રહેશે. જેમાં, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે 270 રુપિયા અને ઈંટરનેશનલ ફ્લાઈટ માટે 525 રુપિયા રહેશે.

એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ અનુમતિ જાહેર કરી
નાણાકીય વર્ષ 2025-26 માટે અનૌપચારિક આધાર પર યુઝર ડેવલોપમેન્ટ ફીને મંજૂરી આપવામાં આવી છે. એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે 31 માર્ચ 2026 સુધી કે નિયમિત શુલ્કના અંતિમ નિર્ધારણ સુધી કામચલાઉ ઉપાયના રુપે, અનૌપચારિક આધારે યુડીએફ લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કરોડોમાં મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવતું એરપોર્ટ
અદાણી ગ્રુપ દ્વારા વિકસિત નવી મુંબઈનું એરપોર્ટ આ વર્ષના અંતમાં શરુ થાય તેવી આશા છે. પહેલા અને બીજા તબક્કામાં તેની વાર્ષિક ક્ષમતા બે કરોડ યાત્રીઓની છે. નાણાકીય વર્ષ 2030માં ત્રીજા તબક્કામાં આ ક્ષમતા વધીને 5 કરોડ, ચોથા તબક્કામાં 7 કરોડ અને અંતિમ પાંચમાં 9 કરોડ થશે. 

ઈંડિગોની ફ્લાઈટથી શરુ થશે 
એરપોર્ટ ઓથોરિટીએ વર્ષ  2026માં 11.98 મિલિયન યાત્રીઓના અવરજવરનું અનુમાન લગાવ્યું છે. સૂત્રોના મતે ઈંડિગો અદાણી ગ્રુપના માલિકી હેઠળના નવી મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ્સ શરુ કરનાર પ્રથમ એરલાઈન હશે. 

શું છે એરપોર્ટ યુઝર ડેવલોપમેન્ટ ફીસ?
એરપોર્ટ યુઝર ડેવલોપમેન્ટ ફીસ (યુડીએફ) એક પ્રકારે શુલ્ક રકમ છે. એરપોર્ટ અને તેની સુવિધાનો ઉપયોગ કરતાં મુસાફરોને આ ચાર્જ ભરવો પડે છે. આ શુલ્ક નાણાકીય વર્ષ 2025-26 માટે નક્કી કરવામાં આવેલ છે. એરપોર્ટ શરુ થયાં બાદ તેની નિયમિત ટૅરિફ પોલિસી બનાવવામાં આવશે. ત્યારબાદ યુડીએફમાં બદલાવ થઈ શકે છે. 31 માર્ચ 2026 અથવા તો જ્યાં સુધી નવી પોલિસી ન બને ત્યાં સુધી તો નવી મુંબઈ એરપોર્ટ પર આ જ યુડીએફ લાગુ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More