Home> Business
Advertisement
Prev
Next

ઇન્ડિયન કરેન્સી પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાના સમાચારને RBIએ ખોટા ગણાવ્યા

Indian Currency or Banknote Picture: ભારતીય કરેન્સી અથવા નોટ પર મહાત્મા ગાંધીજીની જગ્યાએ કેટલાક મહાપુરૂષોના ફોટો જોવા મળી શકે છે આ સમાચાર ખોટા છે. RBI એ આ સમાચારને ખોટા ગણાવ્યા છે.

ઇન્ડિયન કરેન્સી પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાના સમાચારને RBIએ ખોટા ગણાવ્યા

Indian Currency or Banknote Picture: કરેન્સી અથવા બેંકનોટ્સ પર અત્યાર સુધી મહાત્મા ગાંધીજીની તસવીર છાપવામાં આવી રહી છે. પરંતુ તાજેતરમાં એક એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય કરેન્સી અથવા નોટ પર ગુરૂદેવના નામે પ્રસિદ્ધ રવિન્દ્રનાથા ટાગોર અને મિસાઈલ મેન કહેવાતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો ફોટો પણ જોવા મળી શકે છે. પરંતુ આ સમાચારને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખોટા ગણાવ્યા છે. બેંકનું કહેવું છે કે કરેન્સી નોટ પર કોઈ ફોટો બદલાશે નહીં.

fallbacks

RBI એ કહ્યું કે, ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે આરબીઆઇ તેમની કરેન્સી અને નોટ્સમાં મહાત્મા ગાંધીના ફોટાની જગ્યાએ કેટલાક મહાપુરૂષોના ફોટા લગાવવા જઈ રહી છે. પરંતુ એવું કઇપણ નથી. આરબીઆઇએ આ પ્રકારનું કોઈ પ્રપોઝર પાસ કર્યું નથી.

fallbacks

હાલમાં જ સામે આવ્યા હતા સમાચાર
તાજેતરમાં કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, મહાત્મા ગાંધી ઉપરાંત અન્ય મહાપુરૂષોના ફોટાવાળી નોટ આવશે. (એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરના ફોટવાળી નોટ લાવવાના સમાચાર આવ્યા હતા.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More