Home> Business
Advertisement
Prev
Next

Pension: હવે બિઝનેસ કરતા લોકોને પણ મળશે પેન્શન, EPFO બનાવી રહ્યું છે આ નવો પ્લાન!

Pension Scheme: અત્યાર સુધી ઇપીએફઓમાં તે લોકોનું રજિસ્ટ્રેશન થતું હતું, જે કોઈ કંપની અથવા કોઈ ફર્મમાં કામ કરી રહ્યા હોય. ઇપીએફઓએ આ સમસ્યાનું સમાધાન કાઢ્યુ છે. ભવિષ્ય નિધિ સંગઠન એક નવી યોજના પર કામ કરી રહ્યું છે. આવો જાણીએ ઇપીએફઓએ શું યોજના બનાવી છે?

Pension: હવે બિઝનેસ કરતા લોકોને પણ મળશે પેન્શન, EPFO બનાવી રહ્યું છે આ નવો પ્લાન!

EPFO Proposal Pension: ભારતમાં અસંગઠિત ક્ષેત્રનો અવકાશ ખુબ મોટો છે. આ લોકોને કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષાનો ફાયદો મળતો નથી. ઇપીએફઓ પણ તે લોકોને પેશન આપે છે, જેમનું 10 વર્ષ સુધી પીએફ કપાય છે. એવામાં ઘણા લોકો મળતી પેન્શન સુવિધાથી વંચિત રહી જાય છે. ઇપીએફઓએ આ સમસ્યાનું સમાધાન કાઢ્યું છે. હાલમાં ભવિષ્ય નિધિ સંગઠને એક નવી યોજના બનાવવાની ભલામણ કરી છે. જેના અંતર્ગત તે લોકોને પણ પેન્શનના અવકાશમાં લાવી શકાય જેમને અત્યાર સુધી પેન્શન મળી રહ્યું નથી. આવો જાણીએ આ યોજના વિશે...

fallbacks

સરકાર કરી શકે છે એક્ટમાં ફરેફાર
ઇપીએફઓના જણાવ્યા અનુસાર, અસંગઠિત ક્ષેત્રના તમામ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતા લોકોને ઇપીએફઓના અવકાશમાં લાવવા માટે ભવિષ્ય નિધિ સંગઠનના અધિનિયમ 1952 (Employees Provident Funds and Miscellaneous Provisions Act, 1952) માં સંશોધન કરવું પડશે. અસંગઠિત ક્ષેત્રના લોકો પણ રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે, આ માટે ઇપીએફઓએ વેતન અને કર્મચારીઓની સીમાને હટાવવાની ભલામણ કરી છે. આ અધિનિયમમાં જો કર્મચારીઓની સંખ્યા અને વેતન જેવી સીમાને હટાવવામાં આવશે તો બિઝનેસ કરતા લોકો પણ આ નવી યોજનાનો લાભ ઉઠાવી શકશે.

આ પણ વાંચો:- પેટ સાફ રાખવાની આ છે સૌથી નેચરલ રીત, ઘણી ગંભીર બીમારીઓ રહેશે દૂર

અત્યારે આ છે નિયમ
ઇપીએફઓના નિયમ અનુસાર, ઇપીએફઓમાં તે કંપની અથવા ફર્મનું રજિસ્ટ્રેશન થાય છે. જ્યાં ઓછામાં ઓછા 20 કર્મચારી કામ કરે છે. સમાચારો અનુસાર ઇપીએફઓ નવી યોજના માટે તમામ હિતધારકોની સાથે વાતચીત કરી રહ્યું છે અને રાજ્ય સરકારો સાથે પણ આ મામલે સંપર્ક કરી રહ્યું છે. હાલ ઇપીએફઓના 5.5 કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ છે.

આ પણ વાંચો:- અનુપમામાં આવશે મોટો ટ્વિસ્ટ, તોષુનું સત્ય બહાર આવતા કિંજલના પગતળે સરકી જશે જમીન?

કર્મચારી નિધિ સંગઠનનો કોષ વધશે
ઇપીએફઓ તેમના ખાતાધારકોને ઇપીએફ, કર્મચારી પેન્શન યોજના અને કર્મચારી જમા લિંક બીમા યોજના દ્વારા ભવિષ્ય નિધિ, પેન્શન અને વીમો આપે છે. જો એક્ટમાં ફેરફાર થયા છે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં સબ્સક્રાઈબર્સ વધશે અને તેનાથી ઇપીએફઓનો કોષ પણ વધી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More