નવી દિલ્હી: અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં જરૂરિયાતનો સામાન ડ્રોન વડે ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ડ્રોન વડે જરૂરી સામાનનું સપનું તમારે માટે અહીં ભારતમાં જ પુરૂ થવાનું છે. તેના માટે સરકારે મંજૂરી આપી દીધી છે. ખૂબ જ જલદી ટ્રાયલ પણ શરૂ થઇ જશે.
સ્પાઇસ જેટને મળી પરવાનગી
ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તાજેતરમાં જ ઘરેલૂ વિમાન કંપની સ્પાઇસ જેટ SpiceJet)ને ડ્રોન દ્વારા દવાઓ અને જરૂરી ઉત્પાદનોની હોમ ડિલીવરીની પરવાનગી આપી દીધી છે. ખૂબ જલદી જ સ્પાઇસ જેટ પોતાની સહયોગી કંપની સ્પાઇસ એક્સપ્રેસ (SpiceExpress) દ્વારા સામાનની ડિલીવરી કરવાનું શરૂ કરશે. ડ્રોન તમારા ઘરે દવાઓ અને અન્ય જરૂરી સામાન તાત્કાલિક ડિલીવર કરશે.
જાણકારોનું કહેવું છે કે કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતાં હવે આવા માધ્યમો પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી બિમારી ફેલાવવાનો ખતરો ઓછો થાય. સાથે જ સામાન પહોંચાડવાનો ખર્ચ પણ ઓછો થાય. એટલા માટે સરકારે પહેલીવાર ડ્રોનની મદદથી સામાન પહોંચાડનાર આ નવી રીતને ટ્રાઇ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં સામાન ઘર સુધી ડિલીવરીને લઇને પણ ઘણી સમસ્યાઓ આવી રહી છે. સ્પાઇજેટ પહેલાં પણ ઘણી કંપનીઓએ ડ્રોનની મદદથી સામાન ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇ-કોમર્સ કંપની અમેઝોનએ પણ આવી જ ઓફર કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે