Home> Business
Advertisement
Prev
Next

30 લાખની હોમ લોન પર હવે 4.63 lakh ની બચત થશે, તમારી લોન ચાલતી હોય તો આ રીતે કરો ગણતરી

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડાથી હોમ લોન લેનાર લોકોને મોટી રાહત મળી છે. હવે લોનના ઈએમઆઈમાં મોટો ઘટાડો થશે.

30 લાખની હોમ લોન પર હવે 4.63 lakh ની બચત થશે, તમારી લોન ચાલતી હોય તો આ રીતે કરો ગણતરી

Home Loan EMI: શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો. બધાને આશ્ચર્યચકિત કરતા RBI એ રેપો રેટમાં 0.50% ઘટાડો કર્યો છે. જો આપણે છેલ્લા બે વખતને જોડીએ તો, રેપો રેટમાં અત્યાર સુધી 1% ઘટાડો થયો છે. હોમ લોન અને કાર લોન લેનારાઓ માટે આ એક મોટી રાહત છે. જો તમે પણ હોમ લોન લીધી છે, તો આ તમને મોટી બચત આપશે. ચાલો જાણીએ કે 30 લાખ, 50 લાખ, 75 લાખ અને 1 કરોડ રૂપિયાની લોન પર કેટલી બચત થશે? ઉપરાંત, તમે તમારી લોનની રકમ અનુસાર ગણતરી કરી શકો છો.

fallbacks

વ્યાજ દર 9.5% થી ઘટાડીને 8.5% કરવામાં આવ્યો
ધારો કે તમે 9.5% વ્યાજ દરે હોમ લોન લીધી હતી. હવે રેપો રેટમાં 1% ઘટાડા પછી, વ્યાજ દર ઘટીને 8.5% થઈ ગયો છે. આવી સ્થિતિમાં, 20 વર્ષના સમયગાળામાં 30 લાખ રૂપિયાની લોન પર તમારી માસિક EMI 1929 રૂપિયા ઘટી જશે અને તમે કુલ વ્યાજમાં 4.63 લાખ રૂપિયા બચાવશો. 50 લાખ રૂપિયાની લોન પર EMI 3215 રૂપિયા ઘટી જશે અને વ્યાજમાં 7.71 લાખ રૂપિયાની બચત થશે. 75 લાખ રૂપિયાની હોમ લોન પર EMI 4823 રૂપિયા ઘટી જશે અને વ્યાજમાં 11.58 લાખ રૂપિયાની બચત થશે. તે જ સમયે, 1 કરોડ રૂપિયાની લોન પર EMIમાં 6431 રૂપિયા અને વ્યાજમાં 15.43 લાખ રૂપિયાની બચત થશે.

આ પણ વાંચોઃ Bonus Issue: આ બે કંપનીઓએ કરી બોનસ શેરની જાહેરાત, ફ્રીમાં મળશે 7 શેર

તમારા લોન અમાઉન્ટ પર બચતની ગણતરી આ રીતે કરો
જો ઉપર આપવામાં આવેલી હોમ લોનની રકમ તમારા લોન અમાઉન્ટ સાથે મેચ કરતી નથી તો પરેશાન થવાની જરૂર નથી. તમે સરળતાથી રેપો રેટમાં ઘટાડા બાદ હોમ લોન પર થનાર બચતની ગણતરી કરી શકો છો. તમારે બસ તે કરવાનું છે કે તમારા લોનની રકમ, લોટનો સમયગાળો અને વ્યાજદરની માહિતી મેળવવાની છે. ત્યારબાદ તમામ ઓનલાઈન Home Loan EMI Calculator ઉપલબ્ધ છે. અહીં તમને એસબીઆઈનું હોમ લોન ઈએમઆઈ કેલકુલેટર આપી રહ્યાં છીએ. તેની મદદથી તમે તમારી બચત જાણી શકો છો. https://homeloans.sbi/calculators

તમારે હોમ લોન કેલ્ક્યુલેટરમાં જૂનો વ્યાજ દર, લોનની રકમ અને મુદત દાખલ કરવી પડશે. તમને તમારી EMI અને ચૂકવવાની કુલ રકમ ખબર પડશે. આ પછી, તમારે લોનની રકમ, નવો વ્યાજ દર અને મુદત દાખલ કરવી પડશે. તમને નવી EMI અને કુલ રકમ વિશે માહિતી મળશે. તમે જૂની રકમમાંથી નવી રકમ બાદ કરીને બચતની ગણતરી કરી શકશો. તેવી જ રીતે, તમે એ પણ જાણી શકશો કે તમારો EMI કેટલો ઘટ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More