Home> Business
Advertisement
Prev
Next

Electricity Bill: 443 રૂપિયાનો ખર્ચો....અને આખી જિંદગી મફતમાં વાપરો લાઈટ

Electricity Bill Check: જો તમે પણ તમારા વીજળી બિલથી પરેશાન હોવ તો હવે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને એક એવા ડિવાઈસ વિશે જણાવીશું જેને તમે તમારા ઘરે લગાવશો તો તમારે એક પણ રૂપિયો વીજળીનું બિલ ભરવાની જરૂર નહીં રહે.

Electricity Bill: 443 રૂપિયાનો ખર્ચો....અને આખી જિંદગી મફતમાં વાપરો લાઈટ

Electricity Bill Check: જો તમે પણ તમારા વીજળી બિલથી પરેશાન હોવ તો હવે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને એક એવા ડિવાઈસ વિશે જણાવીશું જેને તમે તમારા ઘરે લગાવશો તો તમારે એક પણ રૂપિયો વીજળીનું બિલ ભરવાની જરૂર નહીં રહે. ખાસ વાત એ છે કે આ ડિવાઈસને કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. 

fallbacks

બિલ આવશે ઝીરો!
અત્રે જણાવવાનું કે હાલ સરકાર સોલર એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે. આ સાથે જ સોલર એનર્જીથી ચાલતા પ્રોડક્ટ્સ ઉપર પણ ભારે સબસિડીનો ફાયદો મળી રહ્યો છે. હાલ માર્કેટમાં એક એવી સોલર લાઈટ આવી છે જેના ઉપયોગથી જો શિયાળામાં કરવામાં આવે તો તમારું વીજળીનું બિલ સાવ ઝીરો થઈ શકે છે. 

કિંમત ફક્ત 443 રૂપિયા
આ સોલર લાઈટની મદદથી તમે તમારા ઘરમાં અનેક જગ્યાએ લાઈટ લગાવી શકો છો. ઘરની છત, ગાર્ડન, બાલકની સહિત અનેક જગ્યાઓ પર વીજળી વગર લાઈટ ચાલુ કરી શકો છો. આ સોલર લાઈટનું નામ Hardoll LED Waterproof Fence Solar Light Lamp છે અને ખાસ વાત એ છે કે તેની કિંમત અમેઝોન પર 443 રૂપિયા છે. 

છટણીની જાહેરાત બાદ દશા બેઠી! એક જ દિવસમાં જેફ બેઝોસે 670 મિલિયન ડોલરથી વધુ ગુમાવ્યા

એક એવો પાક...જેમાં રોકાણ ઓછું અને આવક બમણી, ખેડૂતો થશે માલામાલ

ગાડીની ટાંકીમાં પડેલું પેટ્રોલ પણ થઈ શકે છે ખરાબ, જાણી લો શું હોય છે Expiry Date

ફૂલ ચાર્જ બાદ 18 કલાક ચાલશે
આ લાઈટની  ખાસિયત એ છે કે અંધારુ થાય ત્યારે તે આપોઆપ ચાલુ થઈ જશે. તે સૂરજની રોશની હોય તો આપોઆપ બંધ પણ થઈ જાય છે. તે વોટરપ્રુફ અને પ્લાસ્ટિકથી બનેલી સોલર લાઈટ છે. તેને તમે સરળતાથી તમારા ઘરોમાં લગાવી શકો છો. 6 કલાક ચાર્જ થયા બાદ તમે તેને 18 કલાક સુધી ચાલુ રાખી શકો છો. 

જુઓ લાઈવ ટીવી

સોલર પેનલ લગાવવાથી તો વીજળી ફ્રી
આ સાથે જ જો તમે ઘરમાં મોટી સોલર પેનલ પણ લગાવી લેશો તો તમે લાઈટ ઉપરાંત તમારા ઘરનું એસી, ફ્રિજ, કૂલર, ટીવી, મોટર, પંખા સહિત તમામ પ્રોડક્ટ્સ લાઈટ વગર ઈલેક્ટ્રિસિટી વગર ચાલુ કરી શકશો. આમ કરશો તો તમારે એક રૂપિયો વીજળી બિલમાં નહીં ખર્ચ કરવો પડે. તમે તમારા ઘર પર સોલર પેનલ લગાવવા માટે સરકારની ઓફિશિયલ વેબસાઈટ www.solarrooftop.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More