Multibagger penny stock: શેરબજારમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવી એ એક દિવસનું કામ નથી. આ માટે રિસર્ચ અને ઘણી ધીરજની જરૂર છે. રોકાણકારો સતત એવા મલ્ટિબેગર શેરોની શોધમાં હોય છે કે જેમાં ઉત્તમ વળતર આપવાની ક્ષમતા હોય છે. આજે અમે તમને એક એવી કંપનીના શેર પ્રાઇસ ઈતિહાસ વિશે જણાવી રહ્યા છીએ જેણે લાંબા ગાળામાં પોતાના રોકાણકારોને મોટો નફો આપ્યો છે. આ શેર ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડ (Dynacons Systems and Solutions Ltd Share) નો છે. આ શેરે તેના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.
₹2.50 રૂપિયા હતી કિંમત
મહત્વનું છે કે ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડના શેરની કિંમત મે 2014માં 2.50 રૂપિયા હતી. વર્તમાનમાં આ શેર NSE પર 1181 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. તેનો મતલબ છે કે ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ લિમિટેડ શેરની કિંમત 11 વર્ષમાં લગભગ 46740 ટકા વધી છે. આ પ્રમાણે જોવામાં આવે તો 11 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે તેની વેલ્યુ વધીને 4.72 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
આ પણ વાંચોઃ સંકટમાં કંપની, ઈન્વેસ્ટરો કંગાળ, ₹1125 થી ઘટી 95 રૂપિયા પર આવી ગયો શેર
શેરમાં સતત તેજી
ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ સ્ટોકે તેના રોકાણકારોને છેલ્લા પાંચ વર્ષમાં 5,861.03 ટકાથી વધુના વધારા સાથે મલ્ટિબેગર વળતર આપ્યું છે. જોકે, પેની સ્ટોક ટૂંકા ગાળાના રોકાણકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. પેની સ્ટોક એક વર્ષમાં 12 ટકા અને છ મહિનામાં લગભગ 4 ટકા નીચે છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 19.30 ટકાથી વધુ ઘટ્યો છે.
ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ
ડિસેમ્બર 2024ના સમાપ્ત ક્વાર્ટર માટે ડાયનેકોન્સ સિસ્ટમ્સે મજબૂત પરિણામ જાહેર કર્યાં હતા. કંપનીનું શુદ્ધ વેચાણ ડિસેમ્બર 2023માં 226.74 કરોડની તુલનામાં 36.25% વધી ₹308.92 કરોડ રૂપિયા થયું હતું. ત્રિમાસિક ચોખ્ખા નફામાં પણ 40.19% ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹13.06 કરોડની સરખામણીએ ₹18.31 કરોડે પહોંચી હતી. EBITDA ડિસેમ્બર 2023 માં ₹19.96 કરોડથી 50.3% વધીને ₹30.00 કરોડ થયો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે