Home> Business
Advertisement
Prev
Next

આ શેરમાં આવશે ભૂકંપ? 40% ઘટાડાનું અનુમાન, બ્રોકરેજે વેચવાની આપી સલાહ

NTPC Green Energy: એક દિવસ પહેલા સોમવારે આ શેરમાં મોટો ઘટાડો આવ્યો હતો અને ભાવ 109.40 રૂપિયાના 52 વીક લો પર પહોંચી ગયો હતો. આ ભાવ આઈપીઓ ઈશ્યુ પ્રાઇસ 108 રૂપિયાની નજીક હતો.
 

આ શેરમાં આવશે ભૂકંપ? 40% ઘટાડાનું અનુમાન, બ્રોકરેજે વેચવાની આપી સલાહ

NTPC Green Energy share : પાછલા વર્ષના ચર્ચિત આઈપીઓમાં એનટીપીસી ગ્રીન એનર્જીનો ઉલ્લેખ જરૂર થાય છે. આ આઈપીઓએ લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા હતા. પરંતુ એક્સપર્ટે અનુમાન વ્યક્ત કર્યું છે કે આ શેરમાં 40 ટકાથી વધુનો ઘટાડો આવી શકે છે.

fallbacks

મંગળવારે 10 ટકાની તેજી
આ દરમિયાન, મંગળવારે, 14 જાન્યુઆરીએ, શેરમાં ફરી એકવાર તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેર 10%ના વધારા સાથે રૂ.121 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા એટલે કે સોમવારે શેરમાં મોટો ઘટાડો થયો હતો અને ભાવ 52 સપ્તાહના નીચા સ્તરે 109.40 રૂપિયા પર આવી ગયો હતો. આ કિંમત ₹108ની IPO ઇશ્યૂ કિંમતની નજીક હતી. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેર 12% ઘટ્યો હતો. જોકે, નિષ્ણાતોનું અનુમાન છે કે સ્ટોક 100 રૂપિયાની નીચે જશે.

શું કહે છે એક્સપર્ટ
એનટીપીસી ગ્રીનની પાસે એમ્બિટને છોડી કોઈ વિશ્લેષક કવરેજ નથી. એમ્બિટે શેર માટે 70 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. આ સાથે શેર પર 'સેલ' રેટિંગ આપ્યું છે, જે વર્તમાન સ્તરથી 40 ટકા ઘટાડાનો સંકેત આપે છે.

આ પણ વાંચોઃ બજેટમાં રેલ સેફ્ટી-ઈન્ફ્રા ડેવલપમેન્ટ પર રહેશે ફોકસ, સ્ટેશનો-ટ્રેનોનો બદલવાશે રંગરૂપ

ક્યારે આવ્યો હતો આઈપીઓ
વર્ષ 2024માં એનટીપીસી ગ્રીન એનર્જીનો ₹10,000 કરોડ રૂપિયાનો મોટો આઈપીઓ હતો. તે પોતાની ઈશ્યુ પ્રાઇસ 108 રૂપિયાથી 13 ટકાના વધારા સાથે બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે NTPC ગ્રીન એનર્જી એક 'મહારત્ન' સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે. તે સોલાર અને વિન્ડ એનર્જી એસેટ સહિત રિન્યુએબલ એનર્જી જેવા સેક્ટરમાં કામ કરે છે.

એનટીપીસી રિન્યુએબલ એનર્જીનું મોટું અપડેટ
એનટીપીસી પ્રમાણે તેની સબ્સિડિયરીની સબ્સિડિયરી એનટીપીસી રિન્યુએબલ એનર્જીએ બે અલગ-અલગ સૌર પરિયોજનાઓમાંથી 110 મેગાવોટ વીજળીની કોમર્શિયલ સપ્લાય શરૂ કરી છે. આ સાથે, NTPC જૂથની કુલ સ્થાપિત અને વ્યાપારી ક્ષમતા હવે 76,708.18 મેગાવોટ પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે એનટીપીસી રિન્યુએબલ એનર્જી એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડની સબસિડિયરી છે, જે એનટીપીસી લિમિટેડની પેટાકંપની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More