નવી દિલ્હીઃ રંગોનો તહેવાર હોળી નજીક આવી રહી છે. હોળી પર કંપનીઓ અનેક પ્રકારની ઓફર રજૂ કરતી હોય છે. ભારતમાં ઓલાએ ઇલેક્ટ્રોનિક સ્કૂટરની ધમાકેદાર એન્ટ્રી કરી છે. હજુ પણ તેના બુકિંગ વિન્ડો ખુલવાની રાહ લોકો આતુરતાપૂર્વક જોઈ રહ્યાં છે. તેવામાં ઓલાએ પોતાના ગ્રાહકોને હોળી પર એક ખાસ ભેટ આપવાનો પ્લાન બનાવ્યો છે.
ઓલાના સહ-સંસ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે એક ટ્વીટ કરી લોકોને ઓલાના નવા બુકિંગ ડેટની જાણકારી આપી છે. ભાવિશ અગ્રવાલે કહ્યુ કે, ઓલા ઇલેક્ટ્રિક માર્કેટિંગ ટીમે આખરે અમારા હોળીના પ્લાનની જાણકારી મેળવી લીધી. હોળી પહેલા કંપની નવા કલર ઓરેન્જમાં ઓલા સ્કૂટર S1 Pro ને લોન્ચ કરવા જઈ રહી છે. 17 માર્ચે રિઝર્વ કરનાર ગ્રાહક તેને ખરીદી શકશે.
Holi Haiiiiiii! 😃
THE NEXT PURCHASE WINDOW OPENS ON HOLI for all and Gerua available exclusively on 17th & 18th March only!
Let's #PlayLikeAPro 🛵🧡 pic.twitter.com/JpMDtRhU2F— Ola Electric (@OlaElectric) March 14, 2022
સતત વધી રહી છે ઓલા સ્કૂટરની માંગ
તેમણે સાથે કહ્યું કે, રિઝર્વ સિવાય બાકી ગ્રાહક 18 માર્ચથી બુકિંગ કરી શકશે. ઓલા એસ 1 પ્રોના નવા ઓર્ડરનું ડિસ્પેસ એપ્રિલ 2022થી શરૂ કરવામાં આવશે, જેને કંપની સીધી ગ્રાહકોના ઘરે પહોંચાડવાનું કામ કરશે. ઓલા ઇલેક્ટ્રિક પોતાના ગ્રાહકોની માંગ પૂરી કરવા માટે સ્કૂટરના નિર્માણની ઝડપ વધારવા પર ધ્યાન આપી રહી છે.
આ પણ વાંચોઃ હોળી પર સરકારની મોટી ભેટ! 1.65 કરોડ લોકોને મળશે LPG સિલિન્ડર ફ્રી, આ રીતે ઉઠાવો ફાયદો
શું છે નવા સ્કૂટરની કિંમત
સ્કૂટરનું નિર્માણ તમિલનાડુમાં સ્થિત ઓલા ફ્યૂચરફેક્ટ્રીમાં કરવામાં આવી રહ્યું છે. આ સ્કૂટર બે મોડલમાં ઉપલબ્ધ છે. એસ1ની શોરૂમ કંપની 99,999 રૂપિયા તથા એસ1 પ્રોની કિંમત 1,29,999 રૂપિયા છે. આ કિંમત એક્સ શોરૂમ અને રાજ્યની સબ્સિડી પહેલાની છે. ઇલેક્ટ્રિક વાહનો માટે દેશના વિવિધ રાજ્યોમાં અપાતી સબ્સિડી બાદ આ કિંમતોમાં અંતર જોવા મળી શકે છે. ફ્યૂચરફેક્ટ્રી 500 એકરમાં ફેલાયેલી છે, તેમાં માત્ર મહિલા કાર્યબળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે