Oil Prices Rise Again દિવ્યેશ જોશી/રાજકોટ : ખાદ્યતેલોના ભાવમાં ફરી એક વખત વધારો છે તે જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જુદાજુદા તેલમાં ડબ્બે રૂપિયા 50 થી 60 નો વધારો છે તે જોવા મળી રહ્યો છે. સીંગતેલ સહિતના ખાતે તેલોમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બાઉન્સ બેક ટ્રેન્ડ એટલે કે જે સીંગતેલ થોડા દિવસ અગાઉ 2700 રૂપિયામાં મળતું હતું તેનું આજે ભાવ 2870 રૂપિયા સુધી પહોંચ્યો છે. તેમજ હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ ₹3,000 ને પાર કરવા ફરી એક વખત અગ્રેસર બન્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 50 થી 60 નો વધારો થયો છે. તો પામ ઓઈલ, સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ રૂપિયા 40 થી 50 નો વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલના ભાવમાં પણ ડબ્બે રૂપિયા 50 નો વધારો જોવા મળ્યો છે.
તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.50 થી 60નો ભાવ વધારો થયો છે. સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળ્યો છે. એક સપ્તાહમાં તેલના ડબ્બે 50થી 60 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા શખ્સોએ કર્યું ધડાધડ ફાયરિંગ
ખાદ્યતેલના ભાવ
સુરતમાં લુમ્સ મશીનમાં કરંટ લાગતા યુવકનું મોત, પરિવારનો એકના એક પુત્રનો સહારો છીનવાયો
અન્ય તેલોના પણ ભાવમાં વધારો
કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 50 થી 60 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તો તેને પગલે પામ ઓઇલ સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ 40 થી 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં પણ ₹50 નો વધારો જોવા મળ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ 1525થી 1530 રૂપિયા પહોંચી ગયો છે. તો સનફ્લાવર તેલના ડબ્બાના 1620થી 1660 થઈ ગયા છે.
અમદાવાદીઓ સાવધાન, જાહેરમાં પાનની પીચકારી મારી તો આવી બનશે
માવઠાને કારણે વધ્યો ભાવ
મગફળી, કપાસની ઓછી આવક માવઠા સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. તેલીયા રાજાઓનું કહેવું છે કે મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે. તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી જોવા મળી રહી છે.
Mehsana : નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતુ ગોડાઉન ઝડપાયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે