Shopping Website Online: ફેસ્ટિવ સીઝન શરૂ થઈ ગઈ છે. આવામાં તમામ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ્સ એક્ટિવ થઈ જશે અને તેના પર ફાયદાકારક ઓફર પણ જોવા મળશે. આ વેબસાઈટ્સમાં સૌથી પહેલું નામ આવે છે અમેઝોન અને ફ્લિપકાર્ટનું, આમ થવા પાછળનું એક મોટું કારણ છે તેના પર મળતું જબરદસ્ત ડિસ્કાઉન્ટ. હકીકતમાં આ વેબસાઈટ્સ પર તમે ભલે કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા હોવ પણ તેના પર માર્કેટ કરતા વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે જેના કારણે ગ્રાહકો ઘણી બચત કરી શકે છે. જો કે એક સરકારી વેબસાઈટ એવી પણ છે જેના પર સરર્વે પણ થઈ ચૂક્યો છે અને એ વાત સામે આવી હતી કે તેના પર પ્રોડક્ટની કિંમત ઓનલાઈન શોપિંગ સાઈટ્સથી ઘણી ઓછી છે. આવામાં આજે અમે તમને એ વેબસાઈટ વિશે જણાવીશું.
કઈ છે આ સરકારી વેબસાઈટ
હકીકતમાં Gem નામની એક સરકારી ઓનલાઈન માર્કેટ પ્લેસ છે જે ખુબ સસ્તા ભાવે પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માટે ખુબ જ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ પર ગ્રાહકો સારી ક્વોલિટીની પ્રોડક્ટ ખરીદી શકે છે. આ સરકારી વેબસાઈટ પર તમને પ્રોડક્ટ્સની લાંબી રેન્જ મળે છે. વેબસાઈટ પર જે પણ પ્રોડક્ટ ઓફર કરવામાં આવે છે તેની ક્વોલિટી જબરદસ્ત હોય છે. જો તમને શક હોય કે આ વાતમાં કોઈ સચ્ચાઈ છે કે નહીં તો તમે ખોટા છો કારણ કે આ વેબસાઈટ પર પ્રોડક્ટની ક્વોલિટી પર ખુબ ભાર મૂકવામાં આવે છે.
કેટલા ઓછા છે આ વેબસાઈટ પર પ્રોડક્ટના ભાવ
અત્રે જણાવવાનું કે વર્ષ 2021-22માં થયેલા એક ઈકોનોમિક સર્વેમાં એ વાત સામે નીકળીને આવી હતી કે 10 એવી પ્રોડક્ટ્સ છે જે સરકારી Gem પોર્ટલ પર અન્ય ઈ કોમર્સ વેબસાઈટની સરખામણીમાં સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્રોડક્ટ્સની ક્વોલિટીની સાથે કોઈ પણ પ્રકારની સમજૂતિ થતી નથી. જે પ્રોડક્ટ્સના ભાવ ઓછા છે તેમની ક્વોલિટી જોરદાર રહે છે. સર્વેમાં જે 10 પ્રોડક્ટ્સની જાણકારી સામે આવી છે તેમની કિંમત અન્ય વેબસાઈટ્સ પર 9.5 ટકા વધુ છે. આવામાં ગ્રાહક જેમથી તેને ખરીદે તો સારી એવી બચત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે