Voter ID Card Updates: સામાન્ય રીતે ચૂંટણી સમયે Voter ID કાર્ડમાં સુધારાની જરૂર પડતી હોય છે. વોટર આઈડીમાં સરનામા અને નામ સહિતની માહિતીમાં ફેરફાર કરાવવો લોકો માટે માથાનો દુખાવો બની રહે છે. ચૂંટણી પંચ આ માટે ચૂંટણી સમયે કેમ્પનું પણ આયોજન કરે છે. જો કે સમયનાં અભાવે લોકો આમ કરાવી શકતાં નથી. પણ શું તમે જાણો છો વોટર આઈડી કાર્ડમાં સુધારો તમે ઓનલાઈન પણ કરાવી શકો છો. આ માટેની પ્રક્રિયા પણ ઘણી સરળ છે.
તમે ઘરે બેઠાં જ Voter ID કાર્ડમાં સુધારો કરી શકો છો. તમે જ્યારે પણ વોટર આઈડીમાં સુધારો કરવા વેરિફાય કરો છો, ત્યારે આ માટે તમને પેન કાર્ડ, પાસપોર્ટ અને સરકારી ગેઝેટેડ દસ્તાવેજો સબમિટ કરાવવાની જરૂર પડે છે.
Voter IDમાં નામ બદલવા આ સ્ટેપ્સ અનુસરોઃ
સૌથી પહેલાં વેબસાઈટ https://voterportal.eci.gov.in પર જાઓ
વેબસાઈટમાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી કે વોટર આઈડી કાર્ડનાં નંબરથી લોગ ઈન કરો
ત્યારબાદ વોટર આઈડી ઓપ્શનમાં કરેક્શનનો વિકલ્પ પસંદ કરો
કરેક્શન ઈન નેમના વિકલ્પ પર ક્લિક કરો
હવે તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરો, જેનાથી તમારા નામની પુષ્ટિ થઈ શકે
આ પ્રક્રિયા બાદ ડેક્લેરેશન ભરો
હવે અરજીને રિવ્યૂ કરીને સબમિટ કરી દો
સ્ટેટસ ટ્રેકિંગ માટે એક રેફરન્સ આઈડી જનરેટ થશે, જેની મદદથી તમે અરજીને ટ્રેક કરી શકો છો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે