Home> Business
Advertisement
Prev
Next

માત્ર 500 રૂપિયામાં ફ્લાઇટ અપગ્રેડ કરવાની શાનદાર ઓફર

જ્યારે તમે ફ્લાઇટની ટિકિટ બુક કરાવો છો એને બીજી કેટેગરીમાં અપગ્રેડ કરવાનું મોંઘું પડે છે.

માત્ર 500 રૂપિયામાં ફ્લાઇટ અપગ્રેડ કરવાની શાનદાર ઓફર

મુંબઈ : જ્યારે તમે ફ્લાઇટની ટિકિટ બુક કરાવો છો એને બીજી કેટેગરીમાં અપગ્રેડ કરવાનું મોંઘું પડે છે. આ સંજોગોમાં વધારે પૈસા ચૂકવવા માટે પણ તૈયાર રહેવું પડે છે. આ સંજોગોમાં ક્યારેક બહુ મુશ્કેલી આવે છે. જોકે તાતા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સની સંયુક્ત એરલાઇન્સ વિસ્તારા પોતાના પ્રવાસીઓ માટે લઘુત્તમ 500 રૂપિયાના ભાડામાં સીટ અપગ્રેડ કે ફ્લાઇટ અપગ્રેડની શાનદાર ઓફર લઈને આવી છે.

fallbacks

વિસ્તારાની આ ઓફર અંતર્ગત આકર્ષક ભાડામાં તમે બિઝનેસ ક્લાસ કે પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ અપગ્રેડ કરી શકો છો. આમાં તમને સિંગાપોર એરલાઇન દ્વારા ટ્રેઇન્ડ કરવામાં આવેલા ક્રુ મેમ્બર તરફથી શાનદાર સર્વિસ, સ્વાદિષ્ટ વ્યંજન અને બીજી સેવા મળશે. વિસ્તારાની વેબસાઇટ પ્રમાણે તમારે ક્લાસના આધારે અલગઅલગ ભાડું આપવું પડશે. આ ઓફર અંતર્ગત તમે કન્ફર્મ અપગ્રેડ અને સ્ટેન્ડબાઇ અપગ્રેડ એમ બે રીતે ફ્લાઇટ અપગ્રેડ કરી શકો છો. 

સતત પાંચમા દિવસે મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ, આ રહી આજની કિંમત

ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા

  • ઇકોનોમી અથવા તો પ્રીમિયમ ઇકોનોમીમાં તમારી ટિકિટ બુક કરાવો.
  • આ પછી www.vistara.optiontown.com પર લોગ ઇન કરો અને પછી upgrade your flightનો વિકલ્પ પસંદ કરો.
  • હવે ટિકિટ બુકિંગની વિગતો નાખો.
  • હવે એ ફ્લાઇટ પસંદ કરો જેના માટે તમે અપગ્રેડ કરાવવા ઇચ્છો છો.
  • આ પછી પ્રિવ્યુ જુઓ અને કિંમત ચૂકવી દો.
  • તમને આ વાતની જાણકારી ઇમેઇલ પર મળી જશે.
  • જો કોઈ કારણોસર ફ્લાઇટ અપગ્રેડ ન થાય તો ચૂકવાયેલા પૈસા 5 દિવસમાં આપોઆપ તમારા એકાઉન્ટમાં આવી જશે.

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More