મુસ્તાક દલ/જામનગર :દેશમાં કોરોના સંક્રમણની ચેન તોડવામાં સરકાર ઉપરાંત અંગત સંસ્થાઓનું પણ યોગદાન મહત્વનું બની ગયું છે. ઓક્સિજનની અછત દૂર કરવા માટે ટાટા, અદાણી જેવી કંપનીઓ બાદ હવે રિલાયન્સ કંપની પણ આગળ આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ 19 થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ખુદ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યાં છે. રિફાઈનરીમાં ઓક્સિજન ઉત્પાદનથી લઈને તેના લેન્ડિંગ અને સપ્લાય પર મુકેશ અંબાણી નજર રાખી રહ્યાં છે.
અનેક દેશોમાંથી ટેન્કર એરલિફ્ટ કરાયા
જામનગર રિલાયન્સ હાલ મિશન ઓક્સિજન પર કામ કરી રહ્યું છે. આ માટે 1000 એમટી ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડવા 24 ટેન્કર એરલિફ્ટ કરાયા છે. રિલાયન્સના મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડથી ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરાયા છે. ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે.
Reliance Industries rallies its resources on a war footing to become India's largest producer of Medical Grade Liquid Oxygen from single location. Produces over 11% of India's total production of Medical Grade Liquid Oxygen-meeting needs of nearly every 1 in 10 patients: Reliance
— ANI (@ANI) May 1, 2021
આ પણ વાંચો : ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલ, અનેક શહેરોમાં વેચાયા અને દર્દીઓને અપાયા પણ....
11% મેડિકલ ઓક્સિજન એકલુ રિલાયન્સ ઉત્પાદન કરે છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીના માધ્યમથી એલએમઓનું ઉત્પાદન 1000 મેટ્રિક ટન વધારી દીધું છે. 1000 મેટ્રેક ટન ઓક્સિજન 1 લાખથી વધુ લોકોની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા રાખે છે. રિલાયન્સ આજે ભારતમાં લગભગ 11% મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. હાલ દર 10 માંથી 1 દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ગત દિવસોમાં આરઆઈએલની તરફથી એલએમઓનું ઉત્પાદન 700 મેટ્રિક ટન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે