Patanjali Group: પતંજલિ ગ્રુપ યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ(YEIDA) ક્ષેત્રમાં પોતાના ઔદ્યોગિક વિસ્તારને ઝડપથી આગળ વધારી રહ્યું છે. આ કડીમાં પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ આજે પ્લોટ નંબર 1A, સેક્ટર 24A, YEIDA પહોંચ્યા. જ્યાં તેમણે પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કની આગામી યોજનાઓ પર ચર્ચા કરી. આ પ્રમુખ પરિયોજના ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ અને રોજગારની તકો પ્રદાન કરવાના હેતુથી વિકિસિત કરવામાં આવી રહી છે. આ પાર્કમાં એક અત્યાધુનિક ડેરી પ્લાન્ટ અને ઔદ્યોગિક પ્રમોશન હબ સ્થાપિત કરાશે. જેનાથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તર પર વેપારી ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.
આર્થિક વિકાસ અને રોજગારની તકો
આ અવસરે આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે આ ઔદ્યોગિક પાર્ક 1,600 કરોડ રૂપિયાના રોકાણથી વિક્સિત કરાશે. જેનાથી ક્ષેત્રની અર્થવ્યવસ્થાને નવો આયામ મળશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'મેક ઈન ઈન્ડિયા' અભિયાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના 'ઈન્વેસ્ટ યુપી' મિશન અનુરૂપ છે. સંપૂર્ણ રીતે કાર્યશીલ થયા બાદ પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કથી 3000થી વધુ રોજગારની તકો પેદા થવાની આશા છે જેનાથી વિસ્તારના લોકોને મોટો લાભ થશે.
પતંજલિ ગ્રુપ પહેલેથી જ એક ઔદ્યોગિક પાર્ક વિક્સિત કરી રહ્યું છે. જ્યાં નાના અને મધ્યમ આકારના ઉદ્યોગો(SMEs) ને સબ લીઝ માધ્યમથી ઔદ્યોગિક સ્પેસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી ફૂડ એન્ડ હર્બલ પાર્ક આ પહેલને વધુ મજબૂતી આપશે જેનાથી એફએમસીજી, આયુર્વેદ, ડેરી અને હર્બલ ઉદ્યોગોને આગળ વધવાની તકો મળશે અને સ્થાનિક સ્તર પર ઔદ્યોગિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે.
YEIDA અધિકારીઓ સાથે રણનીતિક ચર્ચા
ઔદ્યોગિક પાર્કની મુલાકાત બાદ આચાર્ય બાલકૃષ્ણ ઉદ્યોગ જગતના વિશેષજ્ઞો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે YEIDA કાર્યાલય પહોંચ્યા જ્યાં તેમણે CEO અરુણવીર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન CEO અરુણવીર સિંહે YEIDA ક્ષેત્રમાં થઈ રહેલા ઔદ્યોગિક વિકાસ અંગે પોતાની સકારાત્મક સોચ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને સમર્થન આપવું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત કરવું અને ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવું એ YEIDA ની પ્રાથમિકતા છે. તેમણે એ પણ કહ્યું કે ક્ષેત્રના વિકાસને સંતુલિત અને સમાવેશી રીતે આગળ વધારવા માટે તમામ પ્રોજેક્ટ્સની કડક નિગરાણી કરાશે જેનાથી સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને વધુમાં વધુ લાભ મળી શકે.
YEIDA ના ઔદ્યોગિક વિકાસને મળશે નવો આયામ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારનું સર્જન અને આર્થિક વિકાસ પર કેન્દ્રિત આ પ્રોજેક્ટ ઉત્તર ભારતના પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે YEIDA ની સ્થિતિને વધુ મજબૂત કરશે. આ પહેલથી નવું રોકાણ આકર્ષિત થશે, સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે અને ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન હશે.
આ પ્રવાસ સાથે એક સંયુક્ત દ્રષ્ટિકોણ સામે આવ્યો જેમાં YEIDA ને એક ઉચ્ચ વિકાસ ઔદ્યોગિક કોરિડોરમાં ફેરવવા, વિશ્વસ્તરીય ઔદ્યોગિક સુવિધાઓ વિક્સિત કરવા અને વેપાર જગતને અપાર સંભાવનાઓ પ્રદાન કરવાની પરિકલ્પના કરવામાં આવી. આ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક કંપનીઓ માટે પસંદગીનું સ્થળ બનવા તરફ અગ્રેસર છે જેનાથી આત્મનિર્ભર અને સમૃદ્ધ ભવિષ્યનો પાયો નાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે