Home> Business
Advertisement
Prev
Next

Exclusive : કેટલી છે પાકિસ્તાની PM ઇમરાન ખાનની સેલરી ? જુઓ Salary slip

પાકિસ્તાનની આર્થિક હાલત ઠીક નથી. પાડોશી દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના પગલે સામાન્ય જનતા માટે બે ટંકનું ભોજન કરવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.

Exclusive : કેટલી છે પાકિસ્તાની PM ઇમરાન ખાનની સેલરી ? જુઓ Salary slip

કરાચી : પાકિસ્તાનની આર્થિક હાલત ઠીક નથી. પાડોશી દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના પગલે સામાન્ય જનતા માટે બે ટંકનું ભોજન કરવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જોકે આવી હાલત માત્ર પાકિસ્તાનની સામાન્ય જનતાની નથી પણ પાકિસ્તાનના વડાપ્રધાન માટે પણ ઘરના બે છેડાં ભેગા કરવાનું મુશ્કેલ થઈ ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતે કબુલ કર્યું છે કે તેમની સેલરીથી ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે.

fallbacks

17.58 કરોડ લોકો માટે અત્યંત મહત્વના અપડેટ, 31 માર્ચ સુધી આ કામ નહિ કરો તો થશે મોટુ નુકસાન

ઇમરાન ખાને પાકિસ્તાનના વેપારીઓ સાથે એક મીટિંગમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ઇમરાન ખાનનો પગાર કેટલો છે એના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. હકીકતમાં ઇમરાન ખાને વેપારીઓને ટેક્સ ભરવાનું મહત્વ સમજાવી રહ્યો હતો અને ત્યારે તેણે પોતાના ઓછા પગારનો ખુલાસો કરીને જણાવ્યું કે આના કારણે મારા ઘરનો ખર્ચ પણ નથી ચાલતો. મળતી માહિતી પ્રમાણે ઇમરાનનો પગાર 1,96,979 પાકિસ્તાની રૂપિયા છે. 

fallbacks

Zee મીડિયાની ન્યૂઝ ચેનલ WIONને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સેલરી સ્લિપ મળી ગઈ છે. આ સેલરી સ્લિપમાં ખબર પડે છે કે ઇમરાનની એક મહિનાની ગ્રોસ સેલરી કુલ 2,01,574 પાકિસ્તાની રૂપિયા છે અને ટેક્સ કપાયા પછી તેને પગાર પેટે 1,96,979 પાકસ્તાની રૂપિયા મળે છે. ઇમરાન દેશના વિપક્ષી નેતાઓ પર આરોપ લગાવે છે કે તેઓ ટેક્સની ચોરી કરે છે. 

વિજય માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને બેંકોને કહ્યું- તાત્કાલિક તમારા પુરા પૈસા પાછા લઇ લો

ઇમરાનની પે સ્લિપની વિગતો

  • બેસિક સેલરી - 1,07,280 પાકિસ્તાની રૂપિયા
  • અન્ય માસિક ભથ્થા - 50,000 પાકિસ્તાની રૂપિયા
  • રાહત ભથ્થું - 21,456 પાકિસ્તાની રૂપિયા
  • માસિક ટેક્સ કપાત 4,595 પાકિસ્તાની રૂપિયા
  • નેટ ઇન્કમ (ઇન હેન્ડ)- 1,96,000 પાકિસ્તાની રૂપિયા

પાકિસ્તાનની મોંઘવારીમાં છેલ્લા 12 વર્ષમાં સૌથી વધારો થયો છે અને અનેક જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં ભયંકર વધારો થયો છે. પાકિસ્તાન પર સતત વધી રહેલા કરજને કારણે ઇમરાન પોતે બીજા દેશોમાં જઈને પાકિસ્તાન માટે ઉધાર માગી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો બિઝનેસના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More