Home> Business
Advertisement
Prev
Next

આ પેની સ્ટોકે રોકાણકારોને 4 વર્ષમાં આપ્યું 3000%નું રિટર્ન, કિંમત હજું પણ છે 100 રૂપિયાથી ઓછી

Penny Stock: પેની સ્ટોક વન પોઈન્ટ વન સોલ્યુશન એ પોઝિશનલ રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. છેલ્લા 4 વર્ષમાં આ પેની સ્ટોકની કિંમતમાં 3000 ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે, આ કંપનીના શેરની કિંમત હજુ પણ 100 રૂપિયાથી ઓછી છે.

આ પેની સ્ટોકે રોકાણકારોને 4 વર્ષમાં આપ્યું 3000%નું રિટર્ન, કિંમત હજું પણ છે 100 રૂપિયાથી ઓછી

Penny Stock: વન પોઈન્ટ વન સોલ્યુશનના શેરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. આ પેની સ્ટોકની કિંમત રૂ. 1.91 થી વધીને રૂ. 60ના સ્તરે પહોંચવામાં સફળ રહી છે. કંપનીના શેરના શાનદાર પ્રદર્શનના કારણે પોઝિશનલ રોકાણકારો માલામાલ થઈ ગયા છે. ચાલો આ સ્ટોક વિશે વિગતવાર જાણીએ.

fallbacks

4 વર્ષ પહેલા વન પોઈન્ટ વન સોલ્યુશનના શેરની કિંમત પ્રતિ શેર 1.91 રૂપિયા હતી. ત્યારથી કંપનીના શેરમાં 3000 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે NSEમાં પેની સ્ટોકની કિંમત 60 રૂપિયા સુધી પહોંચવામાં સફળતા મળી છે. કેલેન્ડર વર્ષ 2023માં આ કંપનીના શેરમાં 219 ટકા, કેલેન્ડર વર્ષ 2022માં 45 ટકા, કેલેન્ડર વર્ષ 2021માં 330 ટકા અને કેલેન્ડર વર્ષ 2020માં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત

2024 રોકાણકારો માટે કેવું રહ્યું?
વન પોઈન્ટ વન સોલ્યુશનના શેરમાં આ વર્ષે 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સતત 5મું વર્ષ છે જ્યારે પેની સ્ટોક સકારાત્મક રિટર્ન આપ્યું છે. 2024માં કંપનીના શેરની કિંમત રૂ. 77.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચવામાં સફળ રહી છે. નોંધનીય છે કે, કંપનીનું 52 સપ્તાહનું લો લેવલ 44.65 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 1507.11 કરોડ રૂપિયા છે.

કંપની માટે બીજું ક્વાર્ટર કેવું રહ્યું?
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન સારો રહ્યું છે. વન પોઈન્ટ વન સોલ્યુશનની રેવન્યૂ આ સમયગાળા દરમિયાન 62.48 કરોડ હતી. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂ 39.88 કરોડ હતી. કંપનીની વાર્ષિક રેવન્યૂમાં 56.68 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીનો નફો 8.38 કરોડ રૂપિયા હતો. કંપનીના વાર્ષિક નફામાં 41.32 ટકાનો વધારો થયો છે.

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More