Home> Business
Advertisement
Prev
Next

1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણ

ખુબસુરત લિમિટેડના શેર હાલ ચર્ચામાં છે. કંપનીના શેર આજે બુધવારે બીએસઈ પર 5ટકા ચડી ગયા. કંપનીના શેરમાં આજે અપર સર્કિટ લાગી છે અને તે 1.21 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.

1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણ

ઘણા પેની સ્ટોક્સ રોકાણકારોને દમદાર ફાયદો કરાવે છે. ખુબસુરત લિમિટેડના શેર હાલ ચર્ચામાં છે. કંપનીના શેર આજે બુધવારે બીએસઈ પર 5ટકા ચડી ગયા. કંપનીના શેરમાં આજે અપર સર્કિટ લાગી છે અને તે 1.21 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે. આ અગાઉ મંગળવારે પણ તે ટ્રેડિંગ સેશન દરમિયાન 5 ટકાની અપર સર્કિટમાં હતા અને આ શેર 1.16 રૂપિયા પર બંધ થયો હતો. અત્રે જણાવવાનું કે આ સ્ટોકનો 52 અઠવાડિયાનું હાઈ લેવલ 1.96 રૂપિયા છે અને તેનો 52 અઠવાડિયાનું લો લેવલ 0.79 રૂપિયા છે. 

fallbacks

શેરની વિગતો
ખુબસુત લિમિટેડે મેટ્રોપોલીટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MSEIL)થી પોતાના ઈક્વિટી શેરોને ડીલિસ્ટ કરવા માટે મંજૂરી મેળવી લીધી છે. પરિણામ સ્વરૂપે 2 સપ્ટેમ્બર 2024થી ખુબસુરત લિમિટેડના શેરો હવે MSEIL પર કારોબાર નહીં થઈ શકે. ડીલિસ્ટિંગમાં 1 રૂપિયાના 47,02,73,250 ઈક્વિટી શેર સામેલ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ખુબસુરત લિમિટેડે ગોવામાં પોતાનો દારૂ બનાવવાના પ્રોજેક્ટ પર ઘણી પ્રગતિ કરી હતી. ફેબ્રુઆરી 2024માં ફેક્ટરી પ્લોટના રજિસ્ટર્ડની સાથે શરૂઆત કરતા કંપનીએ સરકારી એજન્સીઓ પાસેથી પર્યાવરણ મંજૂરી અને બોરવેલ ડ્રિલ કરવાની મંજૂરી સહિત મહત્વપૂર્ણ મંજૂરી મેળવી છે. કંપનીએ સ્થાપના લાઈસન્સ માટે જરૂરી અરજી પણ જમા કરી છે. જે બિયર માટે વિનિર્માણ લાઈસન્સ મેળવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપલબ્ધિઓની સાથે ખુબસુરત લિમિટેડ પોતાની પ્રોડક્શન કેપેસિટી વધારવા અને  ભવિષ્યમાં પોતાના રેવન્યૂ પ્રવાહ પર પઝિટિવ પ્રભાવ નાખવા માટે સારી સ્થિતિમાં છે. 

કંપનીના શેર
માર્ચ 2024 સુધી કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન 0.45 ટકા છે અને બાકી ભાગીદારી જાહેર શેરધારકો પાસે છે જે 99.55 ટકા છે. આ સ્ટોક પોતાના 52 અઠવાડિયાના નીચલા સ્તર 0.79 રૂપિયા પ્રતિ શેરથી 47 ટકા ઉપર છે અને 3 વર્ષમાં 365 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા બે દિવસમાં તે 10 ટકા ચડ્યો છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More