નવી દિલ્હી : નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં શનિવારે ફરીવાર આ કિંમતમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 68.29 રૂ. લીટર મળી રહ્યું જ્યારે ડીઝલની કિંમત 62.26 રૂપિયા પ્રતિ લીટર છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો થયો છે જેના પછી કિંમત 73.95 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. મુંબઈમાં ડીઝલની કિંમત 20 પૈસાના ઘટાડા પછી 65.15 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે.
શું છે પેટ્રોલની કિંમત?
શું છે ડીઝલની કિંમત?
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર આધાર રાખે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. જાણકારોએ આપેલી માહિતી પ્રમાણે કાચા તેલની ઘટી રહેલી ડિમાન્ડ અને વધી રહેલા ઉત્પાદનને કારણે હાલમાં કાચા તેલની કિંમત ઓછી છે. આગામી થોડા દિવસો સુધી કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. આશા છે કે આના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત લીટરે 2થી 3 રૂપિયા ઘટી શકે છે.
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે