નવી દિલ્હી : ક્રુડ ઓઇલની કિંમતમાં થયેલા ઘટાડાથી સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે અને એમાં બહુ પરિવર્તન નથી આવ્યું. ગુરુવારે સવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે દિવસ પછી ઘટાડો થયો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થો છે. આ પહેલાં સતત ત્રણ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમત 6 પૈસા ઘટીને 72.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 5 પૈસા ઘટીને 65.30 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચ્યું હતું.
બદલાઈ જશે ATMમાંથી પૈસા કાઢવાનો મહત્વનો નિયમ જો...
ગુરુવારે સવારે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલના રેટ ક્રમશ: 74.71 રૂપિયા, 77.67 રૂપિયા અને 74.81 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યા છે. આ જ રીતે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં ડીઝલ ક્રમશ: 67.68 રૂપિયા, 68.46 રૂપિયા અને 69.00 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જાણકારોને આશા છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત હજી ઘટી શકે છે. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડ 55.60 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રુડ 59.60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે