Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલ ડિઝલના ભાવોમાં ઘટાડાથી સામાન્ય જનતાને મળી રાહત, ક્લિક કરી જાણો આજના ભાવ 

સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 77.56 રૂપિયા પ્રતિ લીટર થયા છે.

પેટ્રોલ ડિઝલના ભાવોમાં ઘટાડાથી સામાન્ય જનતાને મળી રાહત, ક્લિક કરી જાણો આજના ભાવ 

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડાથી સામાન્ય માણસોને મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાય દિવસથી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે પણ દિલ્હીમાં અને મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી દિલ્હીમાં 77.53 રૂપિયા પ્રતીલીટરનો ભાવ થયો છે. સાથે જ દિલ્હીમાં સોમવારે ડિઝલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરનો ધટાડો થયા બાદ 72.13 રૂપિયા પ્રતિ લીટર થયો છે. 

fallbacks

જ્યારે મુંબઇમાં પણ સોમવારે પેટ્રોલના કિંમતોમાં 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોધાયો હતો. જેથી આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.07 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. સાથે જ ડીઝલના ભાવોમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવતા ડીઝલના ભાવ 75.76 રૂપિયા પ્રતિ લીટર થયા છે.

fallbacks

રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ઘટાડા બાદ રાજધાનીમાં પેટ્રોલના ભાવ 77.73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે . જ્યારે ડીઝલના ભાવમાં પણ 12 પૈસાનો લીટરનો ઘટાડો આવતા રવિવારે ડીઝલના ભાવ 72.46 રૂપિયા પ્રતિ લીટર થયા છે. મુંબઇમાં પણ પેટ્રોલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ અહિં પેટ્રોલની કિંમતમાં 83.24 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલની કિંમતોમાં 13 પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવતા અહિ ડિઝલના ભાવ 75.92 રૂપિયા પ્રતિલીટર થયા છે.

વધુ વાંચો...પેટ્રોલ ડિઝલના ભાવોમાં ઘટાડાથી સામાન્ય જનતાને મળી રાહત, ક્લિક કરી જાણો આજના ભાવ 

શનિવારે ક્રુડના ભાવમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય લોકોને રાહત મળી હતી. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશ: 77.89 રૂપિયા પ્રતિ લીટર તથા 72.58 રૂપિયા પ્રતિ લીટર થયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 17 પૈસાનો તો ડીઝલના 16 પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 17-17 પૈસાનો ઘટાડો આવ્યો છે.ઘટાડાને કારણે શહેરમાં પેટ્રોલની કિંમત 83.40 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલની કિંમત  76.05 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

fallbacks

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને સરકાર પર પ્રહારો કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો વધારા પાછળા વિશ્વ સ્તરે વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને સાથે જ મોટાબાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More