Home> Business
Advertisement
Prev
Next

ઓલટાઈમ હાઈ એવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો થયો

ઓલટાઈમ હાઈ એવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો થયો
  • આજે સતત બીજો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો. ગ્લોબલ માર્કેટમાં કાચુ તેલ આગ લગાવી રહ્યું છે
  • એક્સપર્ટસે અનુમાન લગાવ્યું છે કે, હવે તે 61 ડોલર સુધી જઈ શકે છે. જો આવું થયું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભવિષ્યમાં વધી શકે છે

આશ્કા જાની/અમદાવાદ :ઓલ ટાઈમ હાઈ એવા પેટ્રોલ ડીઝલના ભાવ માં ફરી વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો થયો છે. જેના કારણે 1 લીટર પેટ્રોલનો ભાવ 84.57 રૂપિયાએ પહોંચી ગયો છે. તો ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો છે. 1 લીટર ડીઝલનો ભાવ વધીને 83.43 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ વધારાથી લોકોના ખિસ્સા પર ભાર પડ્યો છે. લોકોનું કહેવું છે કે, એ દિવસ દૂર નથી કે પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિ 1 લીટરનો 100 રૂપિયાને પહોંચશે. 

fallbacks

પેટ્રોલ અને ડીઝલને સરકારે ડિરેગ્યુલેટ શું કર્યું, તેના ભાવ બેકાબૂ બની ગયા છે. આજે સતત બીજો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલ 30-30 પૈસા મોંઘું થયું છે. દિલ્હીમાં પેટ્રોલ પહેલા જ રેકોર્ડ ભાવ પર વેચાઈ રહ્યું છે, કિંમત વધવાથી તે રોજ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જાય છે. મુંબઈમાં પણ પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. ડીઝલનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. 

આ પણ વાંચો : રાજકારણે કાકા-ભત્રીજાને એકબીજાના વેરી બનાવ્યા, અમદાવાદમાં ખોખરા વોર્ડમાં આરપારનો જંગ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આગ લાગી
ગ્લોબલ માર્કેટમાં કાચુ તેલ આગ લગાવી રહ્યું છે. જેને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં આગ લાગી રહી છે. કાચું તેલ સોમવારે 60 ડોલરને પાર જતુ રહ્યું હતું. જે જાન્યુઆરી 2020 બાદ વર્ષનું ઉચ્ચતમ સ્તર છે. સોમવારે કાચા તેલ 2 ટકાથી વધી ગયું છે. તો એક્સપર્ટસે અનુમાન લગાવ્યું છે કે, હવે તે 61 ડોલર સુધી જઈ શકે છે. જો આવું થયું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભવિષ્યમાં વધી શકે છે. જોકે, હજી ક્રુડની કિંમતો 58 ડોલરની આસપાસ સ્થિર છે. 

4 મેટ્રો શહેરમાં પેટ્રોલની કિંમત 

શહેર     ગઈકાલનો ભાવ    આજનો ભાવ 
દિલ્હી           87.30                     87.60
મુંબઈ           93.83                     94.12
કોલકાત્તા      88.63                     88.92          
ચેન્નઈ             89.70                     89.96

આ પણ વાંચો : દિપક બાબરીયાની ચોખ્ખી વાત, ગુજરાત કોંગ્રેસમાં ચાલતી પોલમપોલ અંગે હાઇકમાન્ડને રિપોર્ટ કરીશ  

fallbacks

4 મેટ્રો શહેરમાં Diesel ના ભાવ  

શહેર     ગઈકાલનો ભાવ    આજનો ભાવ   
દિલ્હી                77.48              77.73
મુંબઈ                 84.36              84.63
કોલકાત્તા         81.06               81.31
ચેન્નઈ               82.66               82.90

આ પણ વાંચો : 6 મહાનગરપાલિકાની ચૂંટણી લડવા 2299 ઉમેદવારો મેદાનમાં, પ્રચારનો ધમધમાટ શરૂ 

તમે જાતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
પેટ્રોલ-ડીઝલની કિંમત તમે SMS ના માધ્યમથી પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને આ સુવિધા આપે છે. તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો રેટ આવી જશે. જે તમને IOC ની વેબસાઈટ પર પણ મળી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More