Home> Business
Advertisement
Prev
Next

સામાન્ય માણસોને મળી રાહત, એક્સાઇઝ ડ્યૂડીમાં ઘટાડાથી આટલા ઓછા થયા પેટ્રોલ-ડિઝલના ભાવ

આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં લગભગ 3 રૂપિયાના ઘટોડો કરવામાં આવ્યો છે, જેથી આજે મુંબઇમાં પેટ્રોની કિંમત 86.97 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડિઝલની કિંમત 77.45 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

સામાન્ય માણસોને મળી રાહત, એક્સાઇઝ ડ્યૂડીમાં ઘટાડાથી આટલા ઓછા થયા પેટ્રોલ-ડિઝલના ભાવ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરવાના આદેશ બાદ આજે(શુક્રવારે) દેશની જનતાને થોડી રાહત મળી છે. દિલ્હીમાં પેટ્રોલ પર લાગેલી એક્સાઇઝ ડ્યુટી ઘટવાને કારણે તેનો ભાવ 81.50 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે. જ્યારે દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલના ભાવ 84 રૂપિયા પ્રતિ લીટક હતો. સાથે જ ડિઝલની કિંમતોમાં ઘટાડો નોધાતા દિલ્હીમાં આજે ડિઝલનો ભાવ 72.95 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. 

fallbacks

જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવમાં લગભગ 3 રૂપિયોનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આજે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 86.97 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે ડિઝલનો ભાવ 77.45 રૂપિયા પ્રતિ લીટર થયો છે. 

5મી તારીખથી આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત થશે આટલી(પ્રતિ લીટર)

મુંબઇ (મહારાષ્ટ્ર) ₹ 86.97
લખનઉ(યુ.પી) ₹ 78.95
ફરીદાબાદ(હરિયાણા) ₹ 80.45
કોલકત્તા(પશ્ચિમ બંગાળ) ₹ 83.35
ચેન્નાઇ (તમિલનાડુ) ₹ 84.70
રાયપુર (છત્તીસગઢ) ₹ 84.33
ગુવહાટી (અસમ) ₹ 82.53 
શિમલા (હિમાચલ પ્રેદશ) ₹ 81.08
ભોપાલ (મધ્ય પ્રદેશ) ₹ 86.79
દેહરાદૂન (ઉત્તરાખંડ) ₹ 81.79

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More