Home> Business
Advertisement
Prev
Next

Petrol-Diesel Price મુદ્દે RBI અને સરકાર આમને-સામને!, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી આ વાત

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ફ્યૂલનો ભાવ 100 રૂપિયાને પાર ગયો છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે મોંઘવારી દર સતત વધી રહ્યો છે. આથી ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBI એ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. 

Petrol-Diesel Price મુદ્દે RBI અને સરકાર આમને-સામને!, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી આ વાત

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ફ્યૂલનો ભાવ 100 રૂપિયાને પાર ગયો છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે મોંઘવારી દર સતત વધી રહ્યો છે. આથી ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBI એ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને લઈને કોઈ પણ નક્કર પગલાં લેવાયા નથી. 

fallbacks

ફ્યૂલ પ્રાઈસને સરકાર કરી રહી છે મોનિટર
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે સરકાર ફ્યૂલના ભાવને સતત મોનિટર કરી રહી છે. પોતાના જવાબમાં સીતારમણે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીએ જૂનમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં કોમોડિટીના ભાવમાં તેજી તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. RBI  ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીને ગંભીરતાથી લેવાની ચેતવણી ઉચ્ચારી હતી. 

RBI એ કર્યા હતા સાવધ
નાણામંત્રીએ રિઝર્વે બેંકના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે ફ્યૂલ પર એક્સાઈઝ ડ્યૂટી, સેસ, કેન્દ્ર અને રાજ્ય તરફથી વસૂલવામાં આવતા અન્ય પ્રકારના ટેક્સને ધીરે ધીરે સમન્વિત રીતે સમાયોજિત કરવાની જરૂર છે. આ રીતે ભાવને કંટ્રોલ કરી શકાય છે. ફ્યૂલ મોંઘા થવાથી ઈનપુટ કોસ્ટ ખુબ વધી જાય છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. 

Weird Addiction: કાર સાથે સેક્સ? પતિની રાખ ખાય છે આ યુવતી...આ વિચિત્ર લતો વિશે જાણીને માથું ભમી જશે

મોંઘવારી પર નિયંત્રણ માટે સરકારે અનેક પગલા લીધા
નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. સપ્લાય ચેનને ઠીક કરાઈ છે. ખાદ્ય તેલ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવી છે. સેસ માફ કરાયું છે. દાળ અને તેલની આયાતને લઈને નિયમો સરળ કરાયા છે. આ ઉપરાંત સ્ટોકને લઈને પણ નિયમમાં ફેરફાર કરાયો છે. આ ઉપાયોની મદદથી કિંમત પર કાબૂ મેળવવાની સતત કોશિશ ચાલુ છે. 

Viral News: મહિલાને બગલમાંથી દૂધ નીકળવા લાગ્યું, ગભરાઈને દવાખાને દોડી તો ચોંકાવનારું કારણ સામે આવ્યું

RBI એ મોંઘવારી દરનું અનુમાન વધાર્યું
આ બાજુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરના કારણે તાત્કાલિક રીતે મોંઘવારી દરમાં ઉછાળો આવશે. આવામાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે નીતિગત હસ્તક્ષેપની જરૂરિયાત છે. ઓગસ્ટમાં મોનિટરી પોલીસીની જાહેરાત કરતા રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરનું અનુમાન 5.1 ટકાથી વધારીને 5.7 ટકા કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More