Home> Business
Advertisement
Prev
Next

શું બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? ફટાફટ જાણી લો ગુજરાતમાં આજે શું છે એક લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવ

ભારતીય ઓઈલ કંપનીઓએ ફ્યૂલ રેટના લેટેસ્ટ રેટ આજે સવારે જાહેર કરી દીધા હતા. આજે 2 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે ખાસ જાણો. 

શું બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? ફટાફટ જાણી લો ગુજરાતમાં આજે શું છે એક લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવ

આજે 2 સપ્ટેમ્બરે સોમવાર છે અને આ અઠવાડિયાનો પહેલો દિવસ છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો આજે શું ભાવ છે તે ખાસ જાણો. ઘરની બહાર નીકળતા પહેલા ફ્યૂલ રેટ ચે કરી લેવા જોઈએ જેથી કરીને પરેશાન ન થવું પડે. તો ફટાફટ ચેક કરી લો પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ. 

fallbacks

મહાનગરોમાં પ્રતિ લીટર ઈંધણનો ભાવ
- દેશની રાજધાનની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72  રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ  87.62 રૂપિયા છે. 
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 104.95 રૂપિયા છે. 
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 92.34 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ 88.95 રૂપિયા છે. 
- બેંગ્લુરુમાં પેટ્રોલનો ભાવ 102.84 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 88.95 રૂપિયા છે. 
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.95 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 91.76 રૂપિયા છે. 

તમારા શહેરમાં પેટ્રોલનો શું છે ભાવ? 

રાજ્ય પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
આંદમાન અને નિકોબાર 82.42 78.01
આંંધ્ર પ્રદેશ 108.29 96.17
અરુણાચલ પ્રદેશ 90.92 80.44
અસમ 97.14 89.38
બિહાર 105.18 92.04
ચંડીગઢ 94.24 82.4
છત્તીસગઢ 100.39 93.33
દાદરા નગર હવેલી 92.51 88
દામણ અને દીવ 92.32 87.81
દીલ્હી 94.72 87.62
ગોવા 96.52 88.29
ગુજરાત 94.71 90.39
હરિયાણા 94.24 82.4
હિમાચલ પ્રદેશ 95.89 87.93
જમ્મુ અને કાશ્મીર 99.28 84.61
ઝારખંડ 97.81 92.56
કર્ણાટક 102.86 88.94
કેરળ 107.56 96.43
મધ્ય પ્રદેશ 106.47 91.84
મહારાષ્ટ્ર 103.44 89.97
મણિપુર 99.13 85.21
મેઘાલય 96.34 87.11
મિઝોરમ 93.93 80.46
નાગાલેન્ડ 97.7 88.81
ઓડિશા 101.06 92.64
પુડુચેરી 94.34 84.55
પંજાબ 94.24 82.4
રાજસ્થાન 104.88 90.36
સિક્કિમ 101.5 88.8
તમિલનાડુ 100.75 92.34
તેલંગણા 107.41 95.65
ત્રિપુરા 97.47 86.5
ઉત્તર પ્રદેશ 94.56 87.66
ઉત્તરાખંડ 93.45 88.32
પશ્ચિમ બંગાળ 104.95 91.76
     

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ અલગ અલગ હોય

વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્યૂલ પર એક્સાઈઝ ડ્યૂટી નાખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ VAT લગાવાય છે. આ સિવાય સ્થાનિક રીતે પણ એક્સ્ટ્રા ટેક્સ અને પરિવહન અને ડીલર માર્જિન પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર એડ થાય છે. જેનાથી તમામ જગ્યાના ફ્યૂલ રેટ અલગ અલગ હોઈ શકે છે. 

ઘરે બેઠા કેવી રીતે જાણવા રેટ
પેટ્રોલ અને ડીઝલનો આજનો લેટેસ્ટ  ભાવ જાણવો હોય તો તેના માટે તમારે પેટ્રોલ પંપ ઉપર પણ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ ફ્યૂલ રેટ જાણી શકો છો. આ માટે તમારે ફોનમાં ભારતીય ઓઈલ કંપનીની ઓફિશિયલ એપ હોવી જોઈએ નહીં તો તમે ઈન્ડિયન ઓઈલ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી ઈંધણના રેટ  ચેક કરી શકો છો. આ ઉપરાંત તમે ઈચ્છો તો ભારતીય ઓઈલ કંપનીઓના નંબર મેસેજ મોકલીને પણ જવાબમાં આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણી શકો છે. 

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More