Home> Business
Advertisement
Prev
Next

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં મોટી રાહત, આ રહ્યો આજનો ભાવ

અમેરિકાના દ્વારા ચીનને સતત શુલ્ક વધારવામાં આપવામાં આવી રહેલી ધમકી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ચાલુ છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવ્યો. મંગળવારએ સવારે રાજધાનીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો. આ પહેલાં સોમવારે પેટ્રોલમાં 30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ડીઝલ 13 પૈસા સસ્તુ થયું હતું. ગત છ દિવસમાં પેટ્રોલમાં 1.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80 પૈસા સસ્તુ થયું છે.

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં મોટી રાહત, આ રહ્યો આજનો ભાવ

નવી દિલ્હી: અમેરિકાના દ્વારા ચીનને સતત શુલ્ક વધારવામાં આપવામાં આવી રહેલી ધમકી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ચાલુ છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવ્યો. મંગળવારએ સવારે રાજધાનીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો. આ પહેલાં સોમવારે પેટ્રોલમાં 30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ડીઝલ 13 પૈસા સસ્તુ થયું હતું. ગત છ દિવસમાં પેટ્રોલમાં 1.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80 પૈસા સસ્તુ થયું છે.

fallbacks

આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેરોના નામ પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
દિલ્હી રૂપિયા 71.18 રૂપિયા 65.86
મુંબઇ રૂપિયા 76.77 રૂપિયા 68.98
કલકત્તા રૂપિયા 73.23 રૂપિયા 67.59
ચેન્નઇ રૂપિયા 73.85 રૂપિયા 69.59
નોઇડા રૂપિયા 70.89 રૂપિયા 65.02
ગુરૂગ્રામ રૂપિયા 71.40 રૂપિયા 65.10

મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના રેટ
મંગળવારે દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના રેટ ક્રમશ: 71.18 રૂપિયા, 76.77 રૂપિયા, 73.23 રૂપિયા અને 73.85 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. તો બીજી તરફ ડીઝલના ભાવ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ક્રમશ: 65.86 રૂપિયા, 68.98 રૂપિયા, 67.59 રૂપિયા અને 69.59ના સ્તર પર જોવા મળ્યા. એનસીઆરમં ગુરૂગ્રામમાં પેટ્રોલ 71.40 રૂપિયા અને નોઇડામાં 70.89 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. 

સ્થાનિક ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવી દરો સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર પ્રભાવી થઇ જાય છે. ઓઇલ કંપનીઓ વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતોના આધાર પર ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયા અને ડોલરના વિનિમય દરથી ઓઇલની કિંમતો પ્રભાવિત થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More