Home> Business
Advertisement
Prev
Next

સતત 12મા દિવસે પણ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેમ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં 3 ઓક્ટોબર બાદ અંદાજે 27 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે. 

સતત 12મા દિવસે પણ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થતાં સ્થાનિક સ્તરે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. આઇઓસીની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ અનુસાર સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 30 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 71.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલન 66.66 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. ઘટાડા બાદ મુંબઇમાં પેટ્રોલના ભાવ સૌથી વધુ છે, અહીં પેટ્રોલ 77.50 રૂપિયા અને ડીઝલના ભાવ 69.77 રૂપિયા પ્રતિ લીટર છે.

fallbacks

તેજી સાથે બજાર ખૂલ્યું: #Sensex 202 તો નિફ્ટીમાં 54 પોઈન્ટનો ઉછાળો

તમને જણાવી દઇએ કે ગત કેટલાક દિવસોથી ફક્ત કેરલ રાજ્યએ જ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી. કેરલની રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ 1 રૂપિયો ઓછો કરવાનો નિર્ણય કર્યો છે, જે 1 જૂનથી લાગૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં 16 દિવસમાં પેટ્રોલ પર લગભગ 4 રૂપિયા અને ડીઝલ પર 3.62 રૂપિયાનો વધારો થયો હતો. જોકે ગત કેટલાક દિવસોમાં 4 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટાડો થયો છે.

ચાલી રહ્યું છે ઓનલાઇન V/S ઓફલાઇન યુદ્ધ: આજથી હોટલોનું ઓનલાઇન બુકિંગ થઇ જશે બંધ

એન્જલ બ્રેકિંગ હાઉસના ડેપ્યુટી વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તા (રિસર્ચ કોમોડિટી તેમજ કરન્સી)ની માનીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેમ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં 3 ઓક્ટોબર બાદ અંદાજે 27 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે. 

ઈન્ડિયન ઓઈલનુ કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલનો ભાવ નક્કી કરતા સમયે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગત 15 દિવસનું અંદાજિત મૂલ્ય અને સાથે જ ડોલરના મુકાબલે રૂપિયાનું વિનિમય દરને ગણતરીમાં લેવામાં આવ્યુ છે.

27 માર્ચના રોજ 72.90 રૂપિયા હતો ભાવ
પેટ્રોલની પ્રતિ લિટર આ કિંમત ગત 8 મહિનામાં સૌથી ઓછી છે. આ પહેલાં 27 માર્ચ 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.90 રૂપિયા પ્રતિ લિટર હતી. તો બીજી તરફ 27 માર્ચના રોજ કલકત્તામાં પેટ્રોલ 75.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું હતું. આ પ્રકારે ડીઝલના ભાવ આ સ્તરે ચાર મહિના બાદ આવ્યા છે. 30 જુલાઇ 2018ના રોજ દિલ્હીમાં ડીઝલ 67.75 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું હતું. જો કે 4 મહિના બાદ શુક્રવારે (30 નવેમ્બર)ના રોજ 67.72 રૂપિયા પ્રતિ લિટરના સ્તર પર પહોંચી ગયું. તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં ઘરેલૂ બજારમાં પણ ઇંઘણના ભાવમાં ઘટાડો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More