Home> Business
Advertisement
Prev
Next

સતત છ દિવસથી પેટ્રોલની કિંમતમાં ઘટાડો, ડીઝલ પણ થયું સસ્તું, જાણો આજના ભાવ

ક્રૂડ ઓઇલની કિંમતમાં થઇ રહેલા ઘટાડા વચ્ચે પેટ્રોલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ડીઝલ પણ સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં મંગળવારના પેટ્રોલમાં 13 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો જોવા મળ્યો છે.

સતત છ દિવસથી પેટ્રોલની કિંમતમાં ઘટાડો, ડીઝલ પણ થયું સસ્તું, જાણો આજના ભાવ

નવી દિલ્હી: ક્રૂડ ઓઇલની કિંમતમાં થઇ રહેલા ઘટાડા વચ્ચે પેટ્રોલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ડીઝલ પણ સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં મંગળવારના પેટ્રોલમાં 13 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ડીઝલમાં 7 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે. કોલકાતામાં પણ પેટ્રોલના ભાવમાં 13 પૈસાનો ઘટાડો જોવા મળ્યો, પરંતુ ડીઝલ માત્ર 3 પૈસા સસ્તું થયું છે. છેલ્લા 6 દિવસમાં પેટ્રોલ લગભગ 55 પૈસા સસ્તું થયું છે.

fallbacks

વધુમાં વાંચો:- હવે ટ્રેનના જનરલ ડબ્બામાં સીટ માટે નહી થાય મારામારી, બાયોમેટ્રિક સિસ્ટમથી મળશે ટિકીટ

66 રૂપિયા પર પહોંચ્યું ડીઝલ
દિલ્હીમાં મંગળવાર સવારે પેટ્રોલના ભાવ 13 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે 72.86 રૂપિયા પ્રતિ લિટરના સ્તર પર પહોંચ્યું છે. ત્યારે ડીઝલ ઘટીને 66.00 રૂપિયા પ્રતિ લિટરના સ્તર પર પહોંચી ગયું છે. કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.50 રૂપિયા, 78.48 રૂપિયા અને 75.67 રૂપિયા પ્રતિ લિટરના સ્તર પર પહોંચી ગયા છે. આ ઉપરાંત ડીઝલના ભાવ ક્રમશ: 68.19 રૂપિયા, 69.17 રૂપિયા અને 69.72 રૂપિયા પ્રતિ લિટરના સ્તર પર છે.

વધુમાં વાંચો:- ગજબ ભેજુ છે આ ખેડૂતનું, ઓછા પાણીમાં પાક લઈને લાખો રૂપિયાની કમાણી કરી

તમને જણાવી દઇએ કે, 1 જુલાઇ 2019ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા અને ડીઝલની કિંમત 64.27 રૂપિયા પ્રતિ લિટર હતી. પાંચ જુલાઇના પેશ થયેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવી હતી. ત્યારબાદ બંનેની કિંમતમાં વધારો થયો હતો. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રૂડ 57.17 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 63.92 પ્રતિ બેરલના સ્તર પર છે.

જુઓ Live TV:-

બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More