Home> Business
Advertisement
Prev
Next

6 રૂપિયા/લીટર સસ્તુ થઇ શકે છે પેટ્રોલ, રૂસ-સાઉદીની 'લડાઇ'નો મળશે ફાયદો

OPECની બેઠકમાં કરાર ન થતાં ગ્લોબલ બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ ફ્યૂચર 14.25 ડોલર એટલે કે 31.5 ટકા તૂટીને 31.02 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો. ક્રૂડ ઓઇલની કિંમતોમાં 19 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. બ્રેંટમાં 17 જાન્યુઆરી 1991માં ખાડી યુદ્ધ દરમિયાન મોટો ઘટાડો આવ્યો હતો. 

6 રૂપિયા/લીટર સસ્તુ થઇ શકે છે પેટ્રોલ, રૂસ-સાઉદીની 'લડાઇ'નો મળશે ફાયદો

નવી દિલ્હી: ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં 30 ટકાના ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 1991 બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં આટલો મોટો ઘટાડો આવ્યો છે. સાઉદી અરબ અને રૂસમાં પ્રાઇસ વોર શરૂ થતાં ક્રૂડમાં ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ દુનિયામાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાવાયરસ (Coronavirus)ના લીધે પણ ડિમાન્ડમાં ઘટાડો આવ્યો છે. જોકે ડિમાન્ડ ઓછી થતાં પણ ઉત્પાદનમાં કોઇ ઘટાડો આવ્યો નથી. ઓઇલ નિર્યાતક દેશોના સંગઠન OPEC અને સહયોગીઓ વચ્ચે ઉત્પાદન કપાતને લઇને બેઠક થઇ હતી, પરંતુ આ બેઠકમાં કોઇ સહમતિ બની શકી નહી. 

fallbacks

30 ટકા સુધી તૂટ્યું ક્રૂડ ઓઇલ
OPECની બેઠકમાં કરાર ન થતાં ગ્લોબલ બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ ફ્યૂચર 14.25 ડોલર એટલે કે 31.5 ટકા તૂટીને 31.02 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો. ક્રૂડ ઓઇલની કિંમતોમાં 19 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. બ્રેંટમાં 17 જાન્યુઆરી 1991માં ખાડી યુદ્ધ દરમિયાન મોટો ઘટાડો આવ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેંજ એટલે કે આઇસીઇ પર બ્રેંટ ક્રૂડ મે કરારમાં ગત સત્રથી 7.19 ટકાની તેજી સાથે 36.83 ડોલર પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે તે પહેલાં ભાવ 37.38 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો.

ન્યૂયોર્ક મર્કે ટાઇલ એક્સચેંજ એટલે કે નાયમૈક્સ પર એપ્રિલ ડિલીવરી અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના કરારમાં 6.84 ટકાની તેજી સાથે 33.26 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે આ પહેલાં ભાવ 33.73 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો. 

તમને જણાવી દઇએ કે ભાગીદારીને લઇને પ્રમુખ ઉત્પાદકોમાં કિંમતોને લઇને શરૂ થયેલી જંગના લીધે સોમવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 31.27 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યા, જોકે ફેબ્રુઆરી 2016 બાદ સૌથી નિચલા સ્તર પર છે. 

6 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આ મોટા ઘટાડાના લીધે સ્થાનિક માર્કેટમાં તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. સીનિયર ટ્રેડ એનાલિસ્ટ અરૂણ કેજરીવાલના અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો ફાયદો ભારતને મળશે. પેટ્રોલ-ડીઝલ 6 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઇ શકે છે. જોકે અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો નબળો પડ્યો છે. એટલા માટે પેટ્રોલ-ડીઝલમાં મોટા ઘટાડાની આશા ઓછી છે. 

Gold Price: ટૂંક સમયમાં 50,000 રૂપિયાને પાર કરી શકે છે સોનાના ભાવ, જાણો આ છે કારણ

રૂસ અને સાઉદી અરબની 'લડાઇ'નો ફાયદો
રૂસ અને સાઉદી અરબ વચ્ચે ઉત્પાદન ઘટાડાને લઇને સહમતિ ન બનતાં આ પ્રાઇસ વોરનો ફાયદો ભારતને મળશે. દુનિયાના સૌથી મોટા ઓઇલ નિર્યાતક સાઉદી અરબ અને બીજા સૌથી મોટા ઉત્પાદક રૂસ એકબીજાને પાઠ ભણાવવાનો પ્રયત્ન કરશે. કોરોના વાયરસથી આર્થિક ઘટાડાના લીધે ભાવને સંભાળવા માટે ઉત્પાદનમાં ઘટાડાનું સમર્થન કરવામાં આવ્યું હતું. પરંતુ રૂસે ઉત્પાદન ઘટાડવાની મનાઇ કરી દીધી. ત્યારબાદ સાઉદી અરબે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડાની જાહેરાત કરી દીધી. ઓઇલ બજારમાં પ્રાઇસ વોર શરૂ થઇ ગયું છે. 

રોયયર્સના અનુસાર સાઉદી અરબ એપ્રિલથી ઓઇલ ઉત્પાદનને એક દિવસમાં 10 મિલિયન બેરલથી ઉપર લઇ જવાની યોજના બનાવી રહ્યું છે. રૂસ સાથે પોતાના ઓપેક ગઠબંધનને ખતમ કરવા માટે સાઉદી અરબ આક્રમક રૂપ અપનાવી શકે છે. જેથી ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. 

મોટી ખુશખબરી: 2.69 રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં ભારે ઘટાડો

9 મહિનાના નીચલા સ્તર પર પેટ્રોલ-ડીઝલ 
અઠવાડિયા પહેલા દિવસથી પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Prices Today)ના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પેટ્રોલના ભાવ 9 મહિનાના નીચલા સ્તર પર આવી ગયા છે. દિલ્હીમાં છ દિવસમાં પેટ્રોલ 2.69 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઇ ગયું છે, જ્યારે ડીઝલના ભાવ 2.33 રૂપિયા પ્રતિ લીટર ઘટ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More