Home> Business
Advertisement
Prev
Next

કાચા તેલની કિંમતોમાં ઘટાડા છતાં સતત 10માં દિવસે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો


આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડા છતાં દેશમાં આજે સતત 10માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. 

 કાચા તેલની કિંમતોમાં ઘટાડા છતાં સતત 10માં દિવસે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયાં છતાં દેશમાં આજે સતત દસમાં દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol - Diesel)ના ભાવમાં વધારો થયો છે. તેલ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સતત દસમાં દિવસે કિંમતોમાં વધારો કર્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલનો ભાવ વધીને 76.73 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તો ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલનો ભાવ મંગળવારે 75.19 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે, જ્યારે સોમવારે તેનો ભાવ 74.62 રૂપિયા હતો.  તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 74.33 અને ડીઝલનો ભાવ 72.67 રૂપિયા થયો છે. 

fallbacks

મહાનગરોમાં ઇંધણના ભાવ
મુંબ6ઈમાં આજે પેટ્રોલ 83.62 રૂપિયા અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લીટર છે. તો ચેન્નઈમાં એક લીટર પેટ્રોલ 80.37 અને ડીઝલ 73.17 રૂપિયા છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત 78.55 અને ડીઝલની કિંમત 70.84 રૂપિયા પહોંચી ગઈ છે. 

આજથી રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, જાણો નવા રેટ 

કાચા તેલની કિંમતોમો મોટો ઘટાડો
કાચા તેલ (Crude Oil)ના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધી રહ્યો છે. સોમવારે કાચા તેલની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશરે 2 ટકાનો ઘટાડો થયો હતો. જેથી કાચા તેલનો ભાવ 35 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો હતો. સોમવારે અમેરિકા વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ  (WTI)માં કાચુ તેલ 2 ટકા  (81 cents) ઘટીને 35.45 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. તો બ્રેન્ટ ક્રૂડ પણ 1.7 ટકા  (66 Cents) ઘટીને 38.07 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું હતું. પાછલા એક સપ્તાહમાં તેમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

હવાઈ ઈંધણની કિંમતોમાં પણ વધારો
હવાઈ ઇંધણના ભાવમાં વધારો થયો છે. હવે દિલ્હીમાં એટીએફ (Aviation Turbine Fuel)ની 16 જૂનથી નવી કિંમત   39,069.87 રૂપિયા પ્રતિ કિલો લીટર હશે. આ રીતે કોલકત્તામાં  44,024.10 રૂપિયા અને મુંબઈમાં 38,565.06 રૂપિયા પ્રતિ કિલો લીટર તથા ચેન્નઈમાં 40,239.63 રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગયું છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More