Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલના ભાવ 11 દિવસમાં વધ્યા 6.02 રૂપિયા પ્રતિ લીટર, જાણો શું છે આજનો ભાવ

લોકડાઉન (Lockdown) બાદ સામાન્ય લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી.

પેટ્રોલના ભાવ 11 દિવસમાં વધ્યા 6.02 રૂપિયા પ્રતિ લીટર, જાણો શું છે આજનો ભાવ

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) બાદ સામાન્ય લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. બુધવારે ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)એ સતત 11મા દિવસે પણ ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતો 0.55 રૂપિયાનો વધારો થયો છે, જ્યાર ડીઝલના ભાવમાં 0.69 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ (Petrol Rady)વધીને 77.28 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ડીઝલના ભાવ (Diesel Rate)માં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ 75.79 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે. 

fallbacks

મહાનગરોમાં ઇંધણના ભાવ
મુંબઇમાં હવે પેટ્રોલ 84.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.69 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો બીજી તરફ ચેન્નઇમાં લોકોએ એક લીટર પેટ્રોલ માટે 80.86 અને ડીઝલ માટે 73.69 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કલકત્તામાં પેટ્રોલની કિંમત 79.08 અને ડીઝલની કિંમત 71.38 રૂપિયા પહોંચી ગઇ છે. 

મહિનામાં બે વાર વધી ચૂક્યા છે ATFના ભાવ
મંગળવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ હવાઇ ઇંધણ (ATF)ના ભાવમાં 16.3 ટકાનો વધારો કર્યો છે. દિલ્હીમાં એટીએફ (Aviation Turbine Fuel)ની 16 જૂનથી નવી કિંમત 39,069.87 રૂપિયા પ્રતિ કિલો લીટર હશે. આ પ્રકારે એટીએફના રેટ કલકત્તામાં 44,024.10 રૂપિયા પ્રતિ કિલો લીટર, મુંબઇમાં 38,565.06 રૂપિયા પ્રતિ કિલો લીટર અને ચેન્નઇમાં 40,239.63 રૂપિયા પ્રતિ કિલો લીટર થઇ ગયા છે. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More