Home> Business
Advertisement
Prev
Next

આજે પેટ્રોલના ભાવમાં થયો 22 પૈસાનો વધારો, ડિઝલમાં પણ નોધાયો રેકોર્ડ બ્રેક વધારો

દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલની કિંમત 83.22 રૂપિયા જ્યારે મુંબઇમાં 90.51 રૂપિયા પ્રતિ લીટર થઇ

 આજે પેટ્રોલના ભાવમાં થયો 22 પૈસાનો વધારો, ડિઝલમાં પણ નોધાયો રેકોર્ડ બ્રેક વધારો

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલની કિંમત 83.22
રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે દિલ્હીમાં 18પૈસા પ્રતિ લીટરનો વધારા સાથે ડીઝલ 74.42 રૂપિયા પ્રતિ લીટર પર પહોચી ગયો છે. 

fallbacks

મુંબઇમાં 22 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ પેટ્રોલની કિંમત શુક્રવારે 90.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે, જ્યારે ડીઝલમાં પણ 19 પૈસાનો વધારો જોવા મળ્યો હતો . આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ડીઝલની કિંમત 79.01 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

fallbacks

ગત સપ્તાહની કિંમતો 
પેટ્રોલની કિંમતોમાં ગુરુવારે 14 પૈસાનો વધારો થયો હતો. ત્યાર બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83 રૂપિયા અને મુંબઇમાં 90.35 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જ્યારે દિલ્હીમાં ડીઝલ 74.24 રૂપિયા પ્રતિ લીટર હતું. જ્યારે મુંબઇમાં તેની કિંમત 78.82 રૂપિયા પ્રતિ લીટર હતી. બુધવારે કોઇ પણ પ્રકારનો વધારો થયો નથી. મંગળવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 90.22 રૂપિયા પ્રતિ લીટરે પહોચ્યા હતા. 

તેલ કંપનીઓએ તેની કિંમતમાં 14પૈસાનો વધારો કર્યો હતો, બે દિવસ પહેલા અહિં પેટ્રોલનો ભાવ 90.08 પ્રતિ લીટર થયો હતો, રૂપિયો આંતરાષ્ટ્રીય બજારમાં તૂટવાને કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યાર સુધીની ઉચ્ચસ્તરીય સપાટી પર પહોંચી ગયો છે.

fallbacks

દિલ્હીમાં ટેક્સ સૌથી ઓછો 
ભારત ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે, અને આંતરરાષ્ટ્રી સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થવાના કારણે સીધી અસર ભાવમાં જોવા મળી રહી છે. આડધા કરતા પણ વધારો દેશોમાં બ્રેન્ટને ઓઇલના ભાવનું ધોરણ માનવામાં આવે છે. છેલ્લા પાંચ સપ્તાહમાં બ્રેન્ટના ભાવ 71 ડોલર પ્રતિ લીટરથી વધીને 80 ડોલર પ્રતિલીટર પર પહોંચી ગયા છે. મુંબઇમાં ક્રૂ઼ડ ઓઇલના વેચાણ કર અને ટેક્સના દર સૌથી વધારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More