Home> Business
Advertisement
Prev
Next

આજે ઓઈલ કંપનીઓ દિલ ખુશ કર્યા? જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો ઘટ્યો

Petrol-Diesel Price:  ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલાં ભાવ જોઈને તમને પણ થશે કે ચલો કંઈક તો રાહત મળી. કારણકે, હાલ જે પ્રકારે મોંઘવારી વધી રહી છે એ જોતા પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ લોકોનું બજેટ ખોરવી રહ્યો છે.

આજે ઓઈલ કંપનીઓ દિલ ખુશ કર્યા? જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો ઘટ્યો

Petrol-Diesel Price: વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ સામાન્ય માણસનું બજેટ ખોરવી રહ્યાં છે. એવામાં આજે ફરી એકવાર તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. જાણો આજે તેલ કંપનીઓએ જાહેર કરેલાં નવા ભાવથી કોને લાભ થશે. ઉલ્લેખની છેકે, હવે આખલ તારીખ આવી ગઈ છે અને મે મહિનો પણ પૂરો થવામાં છે. ઓઈલ કંપનીઓએ 30 મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 30 મે, 2024ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર 30 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

fallbacks

14 માર્ચે કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો-
તેલ કંપનીઓ દ્વારા 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમારા શહેરમાં કેટલો છે આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર        પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         104.21         92.15
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.75         92.32
બેંગલુરુ         99.84         85.93
લખનૌ         94.65         87.76
નોઇડા         94.83         87.96
ગુરુગ્રામ         95.19         88.05
ચંદીગઢ         94.24         82.40
પટના         105.18         92.04
અમદાવાદ        94.44        90.11

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More