Home> Business
Advertisement
Prev
Next

દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરનો વધારો

દેશના જુદા-જુદા શહેરોમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની પ્રાઇઝમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 10 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 82.16 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.

દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરનો વધારો

નવી દિલ્હી: દેશના જુદા-જુદા શહેરોમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 10 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 82.16 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં મંગળવારે ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડે ઉંચાઇ પર પહોંચી ગયું છે.

fallbacks

મુંબઇમાં પણ ખરાબ હાલાત
મુંબઇમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસાના વધારા પછી પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસાના વધારા પછી ડીઝલની કિંમત 78.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. ત્યારે મુંબઇમાં સોમવારે 15 પૈસાના વધારાના કારણે પેટ્રોલનો ભાવ 89.44 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. અને ડીઝલમાં 7 પૈસાના વધારાના કારણે ડીઝલનો ભાવ 78.33 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો.

fallbacks

સોમવારે થયો હતો 15 પૈસાનો વધારો
સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો હતો. જેનાથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.06 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં 6 પૈસાના વધારા સાથે ડીઝલ 73.78 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. સોમવારનો આ ભાવ વધારો અત્યાર સુધીના સૌથી ઉચ્ચા સ્તર પર છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 28 પૈસા વધતા તેની કિંમત 81.97 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ હતી. ત્યારે ડીઝલમાં 18 પૈસા વધતા તેની કિંમત 73.72 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ હતી.

હજુ ભાવ વધાવાની આશંકા
નિષ્ણાતોનું કહેવું છે કે, હવે પછીના સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝનના ભાવ હજૂ વધવાના છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવા પાછળ રૂપિયો મોટું કારણ છે. રૂપિયામાં ધટાડાના કારણે તેલ કંપનીઓ વારંવાર ભાવમાં ફેરફાર કરી રહી છે. ખરેખરમાં કંપનીઓ ડોલરમાં તેલની ખરીદી કરે છે, જેના કારણે તેમને પોતાનું માર્જિન પૂરૂ કરવા માટે તેલના ભાવમાં વધારો કરવો પડે છે.

fallbacks

કર્ણાટકમાં સસ્તુ થયુ તેલ
રાજસ્થાન, આંધ્ર પ્રદેશ પછી હવે કર્નાટકમાં પણ પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા છે. કર્નાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં 2 રૂપિયા ઘટાડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More