Home> Business
Advertisement
Prev
Next

Petrol Price Today: 11 રૂપિયા મોંઘું થઇ ચૂક્યું છે પેટ્રોલ! ડીઝલમાં 8 રૂપિયા વધ્યા

દિલ્હીમાં આજે પેટ્રોલ 85.70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. જ્યારે મુંબઇમાં ભાવ 92.28 રૂપિયા. કલકત્તામં 87.11 રૂપિયા અને ચેન્નઇમાં 88.29 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Price Today: 11 રૂપિયા મોંઘું થઇ ચૂક્યું છે પેટ્રોલ! ડીઝલમાં 8 રૂપિયા વધ્યા

નવી દિલ્હી: Petrol Price 23 January 2021 Update: પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. કારણ કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ નવા રેકોર્ડબ્રેક મોંઘવારી પર પહોંચી ગયા છે. ડીઝલ પણ 76 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ચુક્યું છે. મુંબઇમાં પણ ડીઝલના ભાવ નવા રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર છે. આજે સતત બીજા દિવસે ડીઝલના ભાવ વધી ગયા છે. 

fallbacks

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગળ પણ રાહતની આશા ઓછી
6 જાન્યુઆરી 2021 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વેક્સીનને લઇને આખી દુનિયામાં  હલચલ છે. વેક્સીનેશનની શરૂઆત થઇ ચૂકી છે. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી છે, તેની અસર ઘરેલૂ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની આશા ઓછી છે. આજે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 25 પૈસા વધી ગયા છે. જ્યારે ડીઝલ 26 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. 

ઓનલાઈન મંગાવ્યું ગાયનું છાણ પણ 'કેક' સમજીને ખાઈ ગયો, પછી જે થયું તે પેટ પકડીને હસાવે તેવું છે

ગત વર્ષ કરતાં પેટ્રોલ 11 રૂપિયા, ડીઝલ 8 રૂપિયા મોંઘું થયું
આ મહિને એટલે કે જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી 1.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર હતો, હવે આ 85.70 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આ પ્રકારે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીમાં અત્યાર સુધી 2.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચુક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતો, જ્યારે આજે 75.88 લીટર છે.  

સર્વેએ કહી દેશના 'મન'ની વાત: PM Modi પહેલી પસંદ, આજે ચૂંટણી થાય તો બહુમત જીતી લેશે BJP

આજથી ઠીક એક વર્ષ પહેલાં 23 જાન્યુઆરી, 2020ના રોજ પેટ્રોલના ભાવ 74.65 રૂપિયા પ્રતિ લીટર હતો, જો આજની તુલના કરીએ તો એક વર્ષમાં પેટ્રોલ 11.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. આ પ્રકારે આજથી વર્ષ પહેલાં 23 જાન્યુઆરી 2020ના રોજ ડીઝલના ભાવ 67.86 રૂપિયા હતા. આજે આ 8.02 રૂપિયા મોંઘું વેચાઇ રહ્યું છે. 

દિલ્હીમાં આજે પેટ્રોલ 85.70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. જ્યારે મુંબઇમાં ભાવ 92.28 રૂપિયા. કલકત્તામં 87.11 રૂપિયા અને ચેન્નઇમાં 88.29 રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રકારે ડીઝલના ભાવ દિલ્હીમાં 75.88 રૂપિયા, મુંબઇમાં 82.66 રૂપિયા, કલકત્તામાં 79.48 રૂપિયા અને ચેન્નઇમાં 81.14 પ્રતિ લીટર થઇ ગયો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More