Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલની કિંમતમાં આજે વધારો, ડીઝલ પણ થયું મોઘું, જાણો આજના ભાવ

પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ની કિંમતોમાં તેજી રોકાવવાનું નામ લઇ રહી નથી. પેટ્રોલની કિંમત શુક્રવારના 35 પૈસા વધી ગઇ છે. જ્યારે ડીઝનના ભાવમાં 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે.

પેટ્રોલની કિંમતમાં આજે વધારો, ડીઝલ પણ થયું મોઘું, જાણો આજના ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ની કિંમતોમાં તેજી રોકાવવાનું નામ લઇ રહી નથી. પેટ્રોલની કિંમત શુક્રવારના 35 પૈસા વધી ગઇ છે. જ્યારે ડીઝનના ભાવમાં 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલના ભાવ 73.06 પ્રતિ લીટરે પહોંચ્યા છે. આ રીતે, ડીઝલના ભાવ 66.29 રૂપિયા પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝડપી તેજી આવી રહી છે.

fallbacks

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, પેટ્રોલના ભાવ શુક્રવાર સવારે વધીને કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ક્રમશ: 75.77 રૂપિયા, 78.73 રૂપિયા અને 75.94 રૂપિયા પ્રતિ લિટર થયો છે. આજ પ્રકારે ત્રણ મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ: 68.70 રૂપિયા, 69.54 રૂપિયા અને 70.08 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો:- નાણા મંત્રીની જાહેરાતોથી શેર બજાર ગેલમાં, સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11 હજારને પાર

ચાર દિવસમાં ભારે તેજી
છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં 1.03 રૂપિયાનો વધારો થયો છે. આજ પ્રકારે ડીઝલ પરણ 86 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તમને જણાવી દઇએ કે, શુક્રવારથી પહેલા ગુરૂવારે પેટ્રોલના ભાવમાં 29 પૈસા, બુધવારે 25 પૈસા અને મંગળવારે પેટ્રોલ 14 પૈસાનો વધારો થયો હતો. સાઉદી અબરની ઓઇલ કંપની અમેરિકાના પ્લાન્ટ પર થયેલા ડ્રોન હુમલા બાદ ઓઇલની સપ્લાય પર અસર પડી છે. તેનાથી ક્રૂડ ઓઇલમાં તેજી જોવા મળે છે.

આ પણ વાંચો:- GST બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ

હજી વધી શકે છે ભાવ
હાલતો જે સ્થિતિ છે. તેને જોઇને જાણકારાનું માનવું છે કે, ક્રૂડની કિમંત આવનારા દિવસોમાં હજુ પણ વધારો થશે. જેના કરાણે તેની અસર ભરાતમાં પણ જોવા મળી રહી છે. તેમનું માનવું છે કે, આગામી થોડા દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 10 ડોલર પ્રતિ બેરલની તેજી આવી શકે છે. શુક્રવાર સવારે બ્રેન્ટ ક્રૂડ તેજીની સાથે 63.82 ડોલર પ્રતિ બેરલ અને ડબ્યૂટીસઆઇ ક્રૂડ 58.25 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.

જુઓ Live TV:- 

બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More