Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલ ડીઝલના ભાવને લઇને પેટ્રોલિયમ મંત્રીનું 'અચ્છે દિન વાળું' નિવેદન, સૌને થશે રાહત

પેટ્રોલ ડીઝલ ભાવમાં જોવા મળતી તેજી કદાચ ભૂતકાળ બને એવા દિવસોની આશા જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ આ બાબતે અચ્છે દિનવાળું નિવેદન કર્યું છે. જેને લઇને દેશવાસીઓને રાહતના સમાચાર છે. 

પેટ્રોલ ડીઝલના ભાવને લઇને પેટ્રોલિયમ મંત્રીનું 'અચ્છે દિન વાળું' નિવેદન, સૌને થશે રાહત

પ્રકાશ પ્રિયદર્શી: પેટ્રોલ ડીઝલ ભાવમાં જોવા મળતી તેજી કદાચ ભૂતકાળ બને એવા દિવસોની આશા જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ આ બાબતે અચ્છે દિનવાળું નિવેદન કર્યું છે. જેને લઇને દેશવાસીઓને રાહતના સમાચાર છે. 

fallbacks

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલ અંગે નિવેદન આપ્યું છે કે, પેટ્રોલ ડીઝલના ભાવ કાબુમાં લેવા માટે સરકાર પુરતા પ્રયાસ કરી રહી છે અને આગામી દિવસોમાં ભાવ ઘટવાની શક્યતા છે. આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો દેખાશે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે સરકાર દેશમાં રિફાઇનરીની ક્ષમતા વધારી રહી છે. રિફાઇનરીની ક્ષમતા વધવાથી વધુ માત્રામાં ક્રૂડ ઓઇલને પેટ્રોલ અને ડીઝલમાં બદલી શકાશે, જેથી તેની કિંમતમાં ઘટાડો આવશે. 

PM મોદીનો 'બ્લોકબસ્ટર' ઈન્ટરવ્યૂ: પહેલીવાર ઉર્જિત પટેલના રાજીનામાનો કર્યો ખુલાસો

વધુમાં તેમણે એ પણ કહ્યું કે, દેશમાં ઇંધણની ખપતને પહોંચી વળવા માટે સરદારા દ્વારા દેશમાં ક્રુડ ઓઇલના ડિસ્ટીલેશન માટે રિફાઇનરીની ક્ષમતા વધારવામાં આવશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. 

નવા વર્ષના બીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં શું થયો ફેરફાર, જાણો આજના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાની અસરના લીધે આમ થઇ રહ્યું છે. બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. રાજધાની દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલ ખરીદવા માટે 68.65 રૂપિયા ખર્ચ કરવા પડશે. ડીઝલ માટે 62.66 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઇએ કે ગત એક મહિના દરમિયાન ક્રૂડ ઓઇલ 40 ટકાથી વધુ સસ્તું થઇ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More