Home> Business
Advertisement
Prev
Next

EPF Interest Rate : 7 કરોડ લોકો માટે ખુશખબર, PF ખાતામાં આવ્યા વ્યાજના પૈસા, આ રીતે કરો ચેક

EPF Interest Rate : 7 કરોડ લોકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે લગભગ તમામ ખાતાઓમાં પીએફ પર વ્યાજના પૈસા જમા કરાવ્યા છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે 8.25 ટકાના ઇપીએફ વ્યાજ દરને મંજૂરી આપી હતી.
 

EPF Interest Rate : 7 કરોડ લોકો માટે ખુશખબર, PF ખાતામાં આવ્યા વ્યાજના પૈસા, આ રીતે કરો ચેક

EPF Interest Rate : 7 કરોડ EPFO મેમ્બર માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ નાણાકીય વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલ 8.25% વ્યાજ તેના લગભગ તમામ સભ્યોના ખાતામાં જમા કરાવ્યું છે. આ માહિતી કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આપી હતી. સરકારના જણાવ્યા અનુસાર, આ વર્ષે 2023-24 માટેનું વ્યાજ જૂનમાં જ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

fallbacks

EPFOએ નાણાં મંત્રાલય દ્વારા વ્યાજ દર જાહેર કર્યા પછી બે મહિનાથી ઓછા સમયમાં લગભગ તમામ સભ્ય ખાતાઓમાં વર્ષ 2024-25 માટે વ્યાજ જમા કરી દીધું છે. સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે 33.56 કરોડ સભ્ય ખાતાઓ ધરાવતી 13.88 લાખ સંસ્થાઓ માટે વાર્ષિક એકાઉન્ટ અપડેટ કરવાનું હતું. 8 જુલાઈ સુધીમાં, 13.86 લાખ સંસ્થાઓમાંથી 32.39 કરોડ સભ્ય ખાતાઓમાં વ્યાજ જમા કરવામાં આવ્યું હતું. "આનો અર્થ એ થયો કે 99.9% સંસ્થાઓ અને 96.51% સભ્ય ખાતાઓ માટે વાર્ષિક એકાઉન્ટ અપડેટ પૂર્ણ થઈ ગયું છે," બાકીના તમામ ખાતાઓમાં વ્યાજ જમા કરવામાં આવશે અને આ કાર્ય આ અઠવાડિયે પૂર્ણ થશે. નાણાં મંત્રાલયની મંજૂરી મળ્યા પછી પણ સભ્યોના ખાતામાં પીએફ પર વ્યાજ જમા કરવામાં મહિનાઓ લાગતા હતા. ગયા વર્ષે પણ સભ્યોના ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થઈ હતી અને ડિસેમ્બરમાં પૂર્ણ થઈ હતી.

હવે ઘર ખરીદવાનું સપનું સાકાર કરશે આ ફોર્મ્યુલા, માત્ર 5/20/30/40ના રૂલ પર કરો કામ

ખાતામાં જમા થયા 4000 કરોડ રૂપિયા

નાણાકીય વર્ષ 2024-25 માટે EPFO ​એ ફેબ્રુઆરી 2022માં 8.25% વ્યાજ દરની જાહેરાત કરી હતી. તેને 22 મેના રોજ નાણા મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. સભ્યોના ખાતામાં તેમની PF થાપણો પર વ્યાજ તરીકે લગભગ 4,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે.

તમે બેલેન્સ કેવી રીતે ચેક કરી શકો છો ?

તમે મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક કરી શકો છો. તમે EPFO ​​સાથે નોંધાયેલા તમારા મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ દ્વારા  બેલેન્સ ચેક કરી શકો છો. આ ઉપરાંત, તમે મોબાઇલ નંબર 7738299899 પર EPFOHO UAN ENG મોકલીને PF બેલેન્સ ચેક કરી શકો છો.

તમે PF બેલેન્સ ઓનલાઈન પણ ચેક કરી શકો છો. સૌ પ્રથમ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર જઈને લોગિન કરો. હવે UAN અને પાસવર્ડ ભરો, કેપ્ચા કોડ પણ દાખલ કરો. નવા પેજ પર PF નંબર પસંદ કરો. હવે તમે તમારી પાસબુક જોઈ શકશો. તમે ઉમંગ એપ દ્વારા પણ બેલેન્સ ચેક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More