Home> Business
Advertisement
Prev
Next

PM Kisan: જો તમે પણ લઈ રહ્યા છો આ યોજનાનો લાભ તો થઈ શકે છે જેલ! જાણો સરકારનો નવો નિયમ

નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government) દેશને ઘણી નવી યોજનાઓ આપી રહી છે. કોરોના વાયરસ સંકટ (Coronavirus) વચ્ચે કેન્દ્ર સરકાર (Central Government) સતત લોકોને આર્થિક સંકટમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે

PM Kisan: જો તમે પણ લઈ રહ્યા છો આ યોજનાનો લાભ તો થઈ શકે છે જેલ! જાણો સરકારનો નવો નિયમ

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government) દેશને ઘણી નવી યોજનાઓ આપી રહી છે. કોરોના વાયરસ સંકટ (Coronavirus) વચ્ચે કેન્દ્ર સરકાર (Central Government) સતત લોકોને આર્થિક સંકટમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ઘણી વખત જે લોકો આના હકદાર નથી તેઓ પણ આ યોજનાઓનો (PM Kisan Samman Yojana) લાભ લેવાનું શરૂ કરે છે. પરંતુ આ વખતે સરકારે આવા નકલી લાભાર્થીઓ સામે પગલાં લેવાની તૈયારી કરી છે. જો તમે પણ આ ભૂલ કરી હોય તો આ આખા સમાચાર વાંચો.

fallbacks

ખેડૂતના ખાતામાં સીધી જાય છે રકમ
હકીકતમાં, પીએમ કિસાન સન્માન યોજના (PM Kisan Samman Yojana) હેઠળ નાના ખેડૂતને સમ્માન નિધિમાંથી વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જાય છે. મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાનો (CM Krishi Ashirwad Yojana Jharkhand) લાભ ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં પૂર્વની રઘુવર સરકારે શરૂ કર્યો હતો. તેના અંતર્ગત લભગ 90 હજાર લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- Post Office ની આ સુપરહિટ Schemes તમારા પૈસા સીધા કરી દેશે Double, જાણો વિગત

પીએમ કિસાન યોજનામાં વિશેષ જોગવાઈ
પીએમ કિસાન યોજના (PM Kisan Samman Yojana) હેઠળ કેન્દ્ર સરકારે ઈદના પ્રસંગે ખેડૂતોના ખાતામાં આઠમા હપ્તાની રકમ મોકલી હતી. દેશના લગભગ 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં લગભગ 20 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા, જે પ્રત્યેક બે હજાર હતા. ખરેખર, પીએમ કિસાન યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ ખેડૂત પ્રથમ વખત આ યોજનામાં પોતાની નોંધણી કરાવે, તો તેને એક સાથે બે હપ્તાની રકમ મળે છે. મુખ્યમંત્રી કિસાન સમૃદ્ધિ યોજના પણ ઝારખંડમાં 2019 સુધી લાગુ કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સિંહભૂમ જિલ્લાના લગભગ એક લાખ ખેડૂતો સામેલ હતા.

આ પણ વાંચો:- કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું ઘટાડી શકે છે અંતર, સરકાર કરી રહી છે વિચાર

સરકાર કરી રહી છે તપાસ
હવે સરકાર કિસાન યોજના હેઠળના કૌભાંડો અંગે કડક નજર રાખી રહી છે. સરકાર હવે આવા લોકોની કડક તપાસ કરી રહી છે જે લાયક ન હોવા છતાં પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી ગયા છે કે તેમનું નામ આધાર સાથે જોડાયેલું છે અને આધાર પણ PAN સાથે જોડાયેલું છે. આ રીતે સરકાર માટે તેમની આવક શોધવી સરળ છે. ઝારખંડના પૂર્વ સિંહભૂમ સિવાય ઘણા જિલ્લાઓમાં આવા લોકોની ઓળખ કરવામાં આવી છે જેમણે અયોગ્ય હોવા છતાં પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે આ બધા સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More