Home> Business
Advertisement
Prev
Next

PM kisan: મોટા ખુશખબર!, હવે ખેડૂતોને વર્ષે 6,000ની જગ્યાએ મળી શકશે 36,000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ

પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતો (Farmers) માટે ખુશખબર છે.

PM kisan: મોટા ખુશખબર!, હવે ખેડૂતોને વર્ષે 6,000ની જગ્યાએ મળી શકશે 36,000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ

નવી દિલ્હી: પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતો (Farmers) માટે ખુશખબર છે. આ યોજના હેઠળ હવે તમને દર મહિને 3000 રૂપિયા મળી શકે છે. આ માટે તમારે કોઈ દસ્તાવેજ આપવા નહીં પડે. આવો જાણીએ આ યોજના વિશે...

fallbacks

હવે તમે મેળવી શકો છો 36000  રૂપિયા
પીએમ કિસાન માનધન યોજના હેઠળ  ખેડૂતોને દર મહિને પેન્શન અપાય છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષે 36000 રૂપિયા ખેડૂતોને પેન્શન અપાય છે. મોદી સરકાર આ રકમ ખેડૂતોને આર્થિક મદદ માટે આપે છે. 

જરૂરી દસ્તાવેજો
કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં આધારકાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ વગેરે... પરંતુ જો તમે પીએમ કિસાન સન્માન નિધિનો ફાયદો લઈ રહ્યા છો તો આ માટે તમારે કોઈ પણ વધારાના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. 

Indian Railways નો નવો નિયમ! હવે ટ્રેનમાં ટિકિટ બુક કરતી વખતે આ કોડનું ખાસ ધ્યાન રાખો, નહીં તો સીટ મેળવવામાં મુશ્કેલી પડશે

આ યોજનાનો ફાયદો કેવી રીતે મળશે?
1. આ યોજનાનો લાભ 18થી 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે. 
2. આ માટે વધુમાં વધુ 2 હેક્ટર સુધી ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ. 
3. ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી માસિક ફાળો આપવાનો રહેશે. જે ખેડૂતની ઉંમર પર નિર્ભર છે. 
4. 18 વર્ષની ઉમરમાં જોડાનારા ખેડૂતોએ માસિક 55 રૂપિયા ફાળો આપવાનો રહે છે. 
5. જો 30 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાઓ તો 110 રૂપિયા જમા કરાવવાના રહે છે. 
6. તમે 40 વર્ષની ઉંમરે આ યોજના સાથે જોડાઓ તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરવાના રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More