Home> Business
Advertisement
Prev
Next

PNB એ આપ્યો ગ્રાહકોને ઝટકો, ખાતાધારકોને થનાર ફાયદા પર કાતર ફરી વળશે

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના ગ્રાહકોને લોકડાઉન વચ્ચે એક ઝટકો આપ્યો છે. બેંકના ગ્રાહકોના બચત ખાતામાં મળનાર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

PNB એ આપ્યો ગ્રાહકોને ઝટકો, ખાતાધારકોને થનાર ફાયદા પર કાતર ફરી વળશે

નવી દિલ્હી: દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના ગ્રાહકોને લોકડાઉન વચ્ચે એક ઝટકો આપ્યો છે. બેંકના ગ્રાહકોના બચત ખાતામાં મળનાર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. નવા દર આગામી મહિનાથી લાગૂ થઇ જશે. 

fallbacks

સાર્વજનિક ક્ષેત્રના પંજબા નેશનલ બેંકએ બુધવારે બચત જમા ખાતાઓ પર વ્યાજ દર 0.5 ટકા ઘટાડી દીધું છે. ઘટેલા વ્યાજ દર એક જુલાઇથી લાગૂ થશે. બેંકે ટ્વિટ કરીને જણાવ્યું છે કે 50 લાખ રૂપિયાની જમા રાશી પર નવા વ્યાજ દર ત્રણ ટકા વાર્ષિક રહેશે. અત્યારે 3.50 ટકા છે. આ પ્રકારે 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ જમા પર વ્યાજ દર 3.25 ટકા રહેશે. અત્યારે આ 3.75 ટકા છે. 

પીએનબીએ લોન દરમાં કર્યો ઘટાડો
તાજેતરમાં જ પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. પંજાબ નેશનલ બેંક (PNB)એ ગ્રાહકોને એકદમ ઓછા વ્યાજ દરમાં હોમ લોન (Home Loan) અને ઓટો લોન (Auto Loan) આપશે. બીજી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) એ લોન પર રેપો રેટ સાથે જોડાયેલા વ્યાજ 0.40 ટકા સસ્તી કરવાની સોમવારે જાહેરાત કરી હતી. હવે આ વ્યાજ દર 7.05 ટકાથી ઘટીને 6.65 થઇ જશે. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More